અમદાવાદમાં મોદીનો એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાયો
અમદાવાદ,જામનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યા મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને રાજ્યપાલ સ્વાગત કર્યુ હતુ નરેન્દ્ર મોદીએ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજયો હતો જ્યાંથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. રોડ શોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
મોદી એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલતાં ગાંધીનગર જવા રવાના થયા હતા તેમજ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ અમદાવાદમાં રોડ શો કરી ગાંધીનગર જવા રવાના થયા હતા. બંને વડાપ્રધાન અલગ અલગ રોડ શો યોજાયો હતો.
એરપોર્ટથી તાજ સર્કલ, હાંસોલ અને ઈન્દિરા બ્રિજ સુધી લોકો માનવ સાંકળ રચી બંને દેશના વડાપ્રધાનને આવકાર્યા. સમગ્ર રોડ શોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રૂટ પર ગોઠવી દેવાયો હતો. રોડશો દરમ્યાન બન્ને વડાપ્રધાનનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
બંને વડાપ્રધાન રોડ શો દરમિયાન ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો નિહાળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથના રોડ શોના કાર્યક્રમને લઈ આજે બપોરે ૩ વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે ડફનાળાથી નોબલનગર ટી સુધી વાહનોની અવાર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.