અમદાવાદમાં વધુ બે ૧૧૯ મીટરની ઊંચાઈ ધરાવતી ઈમારતના પ્લાનને મંજૂરી

(એજન્સી)અમદાવાદ, આવનારા સમયમાં અમદાવાદની સિકલ પૂર્ણ રુપે બદલી જઈ શકે છે. શહેરમાં એક પછી એક ગગનચૂંબી ઈમારતોના પ્લાનને મંજૂરી મળી રહી છે. થોડા મહિના પહેલા શહેરના રિવરફ્રંટ ખાતે બે ગગનચૂંપબી ઈમારતોના પ્લાનને મંજૂરી મળ્યા બાદ સાયન્સ સિટી વિસ્તારમાં પણ ત્રણ ગગનચૂંબઈ ઈમારતો થોડા સમય પહેલા રાજ્ય સરકાર તરફી મંજૂરી મળી ગઈ છે.
ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના બોપલ-આંબલી રોડ અને શિલજમાં બે બિલ્ડિંગો જેની ઊંચાઈ આશરે ૧૧૯ મીટર જેટલી છે તેના પ્લાનને મંજૂરી આપી છે. તેમજ આ પ્લાનની ફાઈલને આગળના સ્ટેજની મંજૂરી માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગ પાસે મોકલી દેવામાં આવી છે.
આ બંને અલગ અલગ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં એક એક ટાવર બનશે જેની ઉંચાઈ ૧૧૯ મીટર જેટલી હશે. તો ગોતા વિસ્તારમાં ગગનચુંબી ઈમારત માટેની ત્રીજી પ્રપોઝલ હજુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ મંજૂરી મળવાની પ્રક્રિયા હેઠળ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના ણાવ્યા મુજબ મંજૂરી મળેલા આ બંને પ્રોજેક્ટ ક્રમશઃ ૫૦૦૦ અને ૪૮૦૦ સ્ક્વેર મીટર વિસ્તારમા ફેલાયેલા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મંજૂર કરાયેલ સાયન્સ સિટી રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ત્રણ ટાવર છે અને તે પ્રોજેક્ટ ૧૧,૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા છે. સાયન્સ સિટી પ્રોજેક્ટમાં ૩,૫૦૦ ચોરસ ફૂટ, ૪,૫૦૦ ચોરસ ફૂટ અને ૫,૫૦૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયાના ત્રણ અને ચાર બીએચકે એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે’
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે બોપલ-આંબલી અને શીલજ પ્રોજેક્ટ્સમાં કોમ્પ્લેક્સની આસપાસ ૪૦ ફૂટનો આંતરિક રોડ અને માર્જિન સ્પેસ હશે. ગયા વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ૯૨.૪ મીટરની ત્રણ ઇમારતોને મંજૂરી આપવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગગનચુંબી ઇમારતો એવા ઝોનમાં આવી શકે છે કે જેમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સમાં ૧.૨ કરતાં વધુની મંજૂરી છે. નવી નીતિ ૫.૪ ની એફએસઆઈની મંજૂરી આપે છે, પરંતુ વિકાસકર્તાએ બિન-ખેતીની જમીન માટે જંત્રી મૂલ્યના ૫૦% (મહેસુલ તૈયાર રેકનર દર) પર ૧.૨ થી વધુ એફએસઆઈ માટે ચૂકવણી કરવી પડશે.