અમદાવાદમાં વાનરસેનાનું સામ્રાજ્ય!!
કપિરાજાેને ભગાડવા બોમ્બ ફોડાય છે? ઠેર ઠેર વાંદરાઓના ટોળાથી લોકો ત્રાહિમામ, ઈજા પામો તો રસી મુકાવવી પડે છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજકાલ કપિરાજાેનું સામ્રાજય જાેવા મળી રહ્યુ છે. સોસાયટી-ફલેટો-ઓફિસના સ્થળોએ વાંદરાઓના ટોળેટોળા આવે છે. અને કૂદાકૂદ કરીને વાહનો તથા અન્ય ચીજવસ્તુઓને ભારે નુકશાન કરે છે. નાગરીકો વાનર સેનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લેતા અને જીવદયા ધરાવનાર નાગરીકો ફરીયાદ કરતા નથી. ઉલ્ટાનું વાનરોને તેઓ બિસ્કીટ-કેળા ખવડાવે છે. પરંતુ અમુક કપિરાજાે તો આક્રમક વલણ અપનાવતા હોય છે. અને હુમલા કરે છે. વિશાળ કાયા ધરાવનારા વાનરો ઉેંચેથી કૂદકો મારે ત્યારે ગાડીઓના બોનેટમાં ઘોબા પડી જાય છે. અનેક દ્વિ-ચક્રી વાહનોમાં તૂટફૂટ થાય છે. ઘણી વખત તો ખાવાની શોધમાં વાંદરાઓ રસોડામાં ઘુસી જાય છે. અમુક કિસ્સામાં સોસાયટી-ફલેટોમાં તો વાનર ટોળીને ખીજાવતા આખી ટોળી ફલેટો-સોસાયટીમાં ઘડબડાટી મચાવી દેતા હોય છે.
કામકાજના સ્થળોએ તો વાહનોને નુકશાન ન થાય એ હેતુથી સિક્યુરીટી ગાર્ડ વાનરસેના આવે ત્યારે મોટા અવાજવાળા બોમ્બ ફોડે છ જેના કારણે વાંદરાઓ ભાગી છૂટે છે. પરંતુ પાછા થોડા સમયમાં પરત પણ આવી જતા હોય છે. પાલડી-આબાવાડી-એસજી. હાઈવે, લા-ગાર્ડન, નવરંગપુરા, નારણપુરા, સોલા રોડ નારણપુરા ગુ.હા.બોર્ડના ફલેટો,અંકુર , ઘાટલોડીયા, ચાદલોડીયા તથા શહેરીવિસ્તારો- પૂર્વ પટ્ટીના વિસ્તારો મતલબ કે એવી કોઈ જગ્યા નહ હોય
જ્ય વાંદરાઓનેંુ સામ્રાજ્ય નહીં હોય. ઠર ઠેર વાનરોની ટોળી ફરી રહી છે. કેટલક સ્થાનોએ તો વાંદરાઓ હુમલા પણ કર્યાના બનાવો બહાર આવ્યા છે. વળી, વાંદરાઓ હુમલો કરે અને ઈજા થાય તો તેની રસી પણ મુકાવવી પડતી હોય છે. જેનો ભાવ ખુબ જ ઉંચો હોય છે.
શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફળફળાદીવાળા ઝાડ-ફૂલોની સંખ્યા ઘટતા વાનરોના ટોળેટોળા શહેર તરફ વળ્યા છે. વળી, ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખતા લોકો વાંદરાઓને બિસ્કીટ, કેળા સહિતની ચીજવસ્તુઓ પણ ખવડાવતા હોય છે. તેનાથી વાનરસેના ટેવાઈ જાય છે. પછી, મોટા ટોળામાં તેઓ આસપાસના વિસ્તારમાં ફેલાઈ જાય છ.
જે લોકો પોતાના ઘરના આંગણામાં બાગ-બગીચામાં શાકભાજી ઉગાડે છે ત્યાં તો વાનરો સોથ વાળી દેતા હોય છે. જાે કે વાનરસેનાને કાબુમાં લેવી મુશ્કેલ છે. ખાવાનું મળી જતાં કોઈપણ જાતના ઉત્પાત મચાવ્યા વિના જતા પણ રહેતા હોય છે.