અમદાવાદમાં વાહન ચોરી કરનારને નડીયાદ પોલીસે ઝડપી લીધો
(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શ્યાન નાઓના માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે . નાઓએ નડીયાદ ટાઉન પો.સ્ટેશનના પો.સ.ઇ જે.એસ.ચંપાવત તથા
સર્વેલન્સ સ્ટાફના માણસોને આગામી દિવસોમાં દિવાળી તહેવાર અનુસંધાને પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ રહી મિલકત સબંધી ગુનાઓ ન બને તે બાબતે પો.સ્ટે . વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે આધારે જે.એસ.ચંપાવત પો.સ.ઇ સર્વેલન્સ તથા સર્વેલન્સ સ્ટાફના પો.માણસો સાથે પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો.કો પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કો અજીતસિંહ રાજાભાઇ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે , એક ઇસમ જેણે શરીરે ભુરા તથા લાલ તથા સફેદ કરલની ટી – શર્ટ પહેરેલ છે અને ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને તેની પાસે એક લાલ કલરનું એક્ટીવા ચોરીનું છે
જે બાતમી આધારે સાથેના પો.માણસો સાથે નડીયાદ સ્પોર્ટ કોમ્પલેક્ષ પાસેથી સદરહું આરોપી ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ અને સદર એક્ટીવા તેણે અમદાવાદ હાટકેશ્વર યોગીજી હોસ્પીટલની સામે બ્રિજ નીચેથી ચોરી કરેલ હતુ તેમજ વધુ પુછ પરછ કરતાં આજથી દોઢેક મહિના અગાઉ પોતે અમદાવાદ મણીનગર ખાતેથી એક સફેદ કલરનુ એકટીવા ચોરેલાની કબુલાત કરેલ છે .
પકડાયેલ આરોપી ( ૧ ) સમીરખાન ફારૂકખાન પઠાણ હાલ રહે . અમદાવાદ મણીનગર બસ સ્ટેન્ડ પાસે તા.જી.અમદાવાદ મુળ રહે . નડીયાદ મોટી શાક માર્કેટ પાસે તા.નડીયાદ જી.ખેડા શોધાયેલ ગુનાઓની વિગતઃ ( ૧ ) ખોખરા પો.સ્ટે . ગુ.૨.નં પાર્ટ – એ ૧૧૧૯૧૦૦૩૨૧૧૮૦૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯
( ૨ ) મણીનગર પો.સ્ટે . ગુ.ર.નં પાર્ટ – એ ૧૧૧૯૧૦૩૨૨૧૧૮૫૬/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ આરોપી પાસેથી રીકવર થયેલ મુદ્દામાલની વિગતઃ ( ૧ ) હોન્ડા એક્ટીવા નં- જી.જે.૦૧.એલ.સી .૬૯૯૫ ( ૨ ) હોન્ડા એક્ટીવા નં- જી.જે .૨૭ જે ૨૭૧૪ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન જે.એસ.ચંપાવત પો.સબ.ઇન્સ . નડીયાદ ટાઉન પો.સ્ટે . અ.હેડકો સુભાષચંદ્ર ,ગણેશ ,રાકેશકુમાર, રઘુવીરસિંહ , સુરાભાઇ , દશરથભાઇ ,અજીતસિંહ , પ્રવિણસિંહ , ગીરીશકુમાર , જીગ્નેશકુમાર.