Western Times News

Gujarati News

અમદાવાદમાં વેકસીન ‘ફિક્કા’ મહોત્સવ

Files Photo

દેવેન્દ્ર શાહ દ્વારા  અમદાવાદ, રાજય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહથી વેકસીન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ વેકસીનની અછતના કારણે સરકારનું ‘ટીકા’ મહોત્સવ એકદમ ‘ફિક્કા’ સાબિત થયો છે તથા અગાઉ કરતા માંડ પ૦ ટકા લોકોને જ વેકસીન પ્રાપ્ત થઈ છે.

અમદાવાદ શહેરમાં વેકસીનની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે વેકસીનનો પુરતો જથ્થો ન હોવા છતાં ‘ટીકા’ મહોત્સવનું આયોજન કરી શાસકો ભરાઈ ગયા હોય તેવો માહોલ જાેવા મળી રહયો છે. શહેરમાં ૧૮ થી ૪૪ વય જુથનું રસીકરણ શરૂ કર્યાં બાદ વેકસીનેશનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી આ મહોત્સવ એકદમ ‘ફિક્કા’ લાગી રહયો છે શહેરમાં ર૬ થી ર૮ જુન દરમિયાન માત્ર ૭૦૬૮૪ ડોઝ જ લગાવવામાં આવ્યા છે

જેમાં ર૬ જુને ર૮ર૦ર, ર૭ જુને ૧૯૯રર અને ર૮ જુને રરપ૬૦ વેકસીન ડોઝ નાગરિકોના નસીબમાં આવ્યા હતાં. નોંધનીય છે કે વેકસીન મહોત્સવ દરમિયાન રોજના ૧ લાખ ડોઝ લગાવવા માટે જાેરશોરથી જાહેરાતો થઈ હતી પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ મહોત્સવ નિષ્ફળ સાબિત થયો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સામાન્ય નાગરિકોને યોગ્ય સમયે પુરતા પ્રમાણમાં વેકસીન આપવામાં નિષ્ફળ રહયું છે. અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેકસીન મહોત્સવની જાહેરાત કરી હતી તે સમયે પણ અમદાવાદમાં વેકસીન ડોઝની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જેનું પુનરાવર્તન છેલ્લા ૩ દિવસથી જાેવા મળી રહયું છે.

શહેરમાં ર૮ જુને ૪૬૦ ફ્રન્ટલાઈન વર્કર, ૬પ હેલ્થકેર વર્કર, ૧૮ થી ૪૪ વય જુથમાં ૧૧૦૮૩ નાગરિકોને વેકસીન આપવામાં આવી હતી જયારે શહેરમાં આજદિન સુધી ૧૮ થી ૪૪ વય જુથમાં ૯૪૯૭પરર, ૪પ થી ૬૦ વય જુથમાં ૭૬૧ર૧૪ અને ૬૦ થી વધુ વયના ૬૦૯૮૧૦ લોકોએ વેકસીનના ડોઝ લીધા છે શહેરમાં ર૩૩પપ૭૧ લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે જયારે પ૩ર૯૭પ લોકોએ વેકસીનના બંને ડોઝ લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.