Western Times News

Gujarati News

અમદાવાદમાં વેપારી સંગઠનો-મહાજનોએ કર્યુ વેક્સિનેશન કેમ્પોનું આયોજન

અમદાવાદમાં પાંચ લાખથી વધુ વેપારીઓ કોર્પોરેશન તથા જુદા જુદા વેપારી સંગઠનોના સંકલનથી વેક્સિન આપવાની કામગીરી તેજ બની

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં ટકવા માટે ‘વેક્સિન’ એક માત્ર ઉપાય છે. તે સૌ કોઈએ સમજવાની જરૂર છે. વેક્સિન લીધા પછી કોરોના ગાઈડલાઈનનું પાલન કરાય તો ઘણો ફાયદો રહેલો છે. આજે વિશ્વભરમાં લોકો કોરોના સામે રક્ષણ માટે વેક્સિન લઈ રહ્યા છે.

ભારતમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સંકલનથી વેક્સિનેશનની કામગીરી ખુબ જ ઝડપથી અને વિશ્વસનીય રીતે ચાલી રહી છે. દેશમાં ૩૧ કરોડ કરતા વધારે લોકોએ વેક્સિન લઈ લીધી છે. હજુ પણ કામગીરી ચાલુ જ છે. વેક્સિન લેવા માટે લોકોમાં જાગૃતિ આવી રહી છે તો જુદા જુદા ધાર્મિક-સામાજીક અને વેપારી સંગઠનો પણ મેદાનમાં આવી ગયા છે.

સૌ કોઈ પોતાના અનુયાયીઓ -કર્મચારીઓને વેક્સિન લેવા માટે જણાવી રહ્યા છે. લોકજાગૃતિના આ કામમાં દરેક જણ પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યુ છે. ગુજરાતમાં રાજય સરકાર વેક્સિનેશનને ઝડપી બનાવવા તરફ અગ્રેસર છે અને હવે તો વેપારી સંગઠનોની મદદલેવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં જુંદા જુદા સંગઠનો-મહાજનો, વેપારી એસોસીએશનો છેલ્લા કેટલાંય દિવસોથી વેક્સિનેશન કેમ્પ ચલાવી રહ્યા છે. અમદાવાદના હાર્દ ગણાતા માણેકચોક, રતનપોળ, ટીમ્બર બજાર, સહિતના તમામ બજારોમાં વેપારીઓ-કર્મચારીઓ તથા કારીગરોને વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.

આ સંદર્ભમાં માહિતી મેળવવા માટે વેપારી સંગઠનોના અગ્રણી શ્રી આશિષભાઈ ઝવેરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આજે જ્યારે કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે દરેક વ્યક્તિ માટે ‘વેક્સિન એ જ વરદાન છે.

દરેક નાગરીકે વેક્સિન લેવી જાેઈએ જેથી કરીને કોરોના સામે રક્ષણનું કવચ ઉભુ થઈ શકે. અમદાવાદ શહેરમાં જુદા જુદા બજારોમાં વેપારી એસોસીએશનો સંગઠનો-મહાજનો અને કોર્પોરેશનના સહયોગથી લગભગ બે તબક્કામાં વેક્સિન આપવાની કામગીરી પૂરી થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં પાંચ લાખથી વધારે નાના-મોટા વેપારીઓ છે અને તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ કામદારો છે હાલમાં ૧૦ મી જુલાઈથી ૩૧મી જુલાઈ સુધીનો ત્રીજા તબક્કાનું વેક્સિનેશન કેમ્પ અલગ અલગ સ્થળોએ ચાલી રહ્યો છે. ૩૧મી જુલાઈ સુધીમાં ર૦ થી રપ હજાર વેપારીઓ -કર્મચારીઓને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે.

તો ઘણા વેપારીઓ-કર્મચારીઓએ પોતે જાતે વેક્સિન લેઈ લીધી છે. તો જેમણે વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે તેેવા ઘણા લોકોને ૮૪ દિવસનો સમયગાળો પૂર્ણ થયો નથી એ આગામી દિવસોમાં વેેક્સિન લઈ લેશેે

વેક્સિન માટેના કેમ્પમાં આવતા કર્મચારીઓ-વેપારીઓએ પહેલેથી જ ટોકન આપીને સમય આપી દેવાય છે. તેથી ભીડભાડ ન થાય અને વેક્સિન લેવા આવનાર વ્યક્તિ આસાનીથી વેક્સિન લઈ શકે. એટલું જ નહી પોતાના કર્મચારી ગણને કોઈ તકલીફ ન પડે તે માટે ઘણા એસોસીએશનો વેપારી મંડળો તરફથી ચા-પાણી, નાસ્તા અને જમવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે છે. જેેથી વેક્સિન લેવા આવનાર વ્યક્તિને કોઈ જાતની ચિંતા રહેતી નથી.

વેક્સિન લઈને સૌ કોઈ પોતાના કામધંધે જઈ શકે. અમદાવાદમાં જુદા જુદા વેપારી સંગઠનો એસોસીએશનો અને મહાજનો વેક્સિનના કાર્યક્રમને લઈને આગળ આવ્યા છે. પોતાને ત્યાં કામ કરતા કર્મચારી તથા પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતીત વેપારીઓ વેક્સિનેશન ના કેમ્પને સફળ બનાવવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે. તેમની સાથે કોર્પોરેશનનો પણ સુંદર સહયોગ મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.