અમદાવાદમાં શૂન્ય કચરો લગ્નનું આયોજન કરાયું
અમદાવાદ, ભારતની આંતરરાષ્ટ્રીય પ્રમાણિત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઉત્પાદન કંપનીમાંથી એક અઝાફ્રાન પ્રીમિયમ ટેસ્ટ્સનાં સહ- સ્થાપક અને ડાયરેક્ટર અદિતિ જે વ્યાસે ગયા મહિને શૂન્ય કચરો લગ્નનું આયોજન કર્યું હતું. ખાદ્યથી સૌંદર્ય પ્રસાધન સુધી અને હવે સક્ષમતા સુધી અદિતિ વ્યાસે લગ્ન કચરામુક્ત પાર પડે તેની ખાતરી રાખી હતી. આ લગ્ન અમદાવાદના કૌસ્તુભ ફાર્મમાં થયાં હતાં.
આ પાછળનો મુખ્ય વિચાર એવાં સક્ષમ લગ્ન સંપન્ન કરવાનો હતો જે કાર્બન ઉત્સર્જન દૂર કરવામાં મદદ કરી શકે (લાક્ષણિક રીતે ભારતીય લગ્નમાં મટીરિયલ અને તેના પરિવહનની દ્રષ્ટિએ ૮૦થી ૧૦૦ ટન કાર્બન ઊપજે છે).
આની પાછળનું લક્ષ્ય બધા પ્રકારના કચરાના મટીરિયલ્સને ઓછા કરવાનું શૂન્ય કચરા માટે કાર્યરેખા નિર્માણ કરવાનું હતું, જેથી પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર પડે. મોટે ભાગે ગ્રાઉન્ડ લાઈટિંગમાં સોલાર એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરાયો હતો, જેને લઈ જનરેટરનું કાર્બન ઉત્સર્જન દેખીતી રીતે જ ઓછું થયું હતું.
ભોજનથી લઈને પ્રવેશદ્વાર સુધી આખું માળખું સ્થાનિક ઉગાડેલાં બાંબૂ અને શણના દોરડાથી બનાવવામાં આવ્યું હતું. આ માળખામાંથી પછી કચરારૂપે નીકળેલા બાંબૂ તેની અંદર સોલાર લાઈટ્સ સાથે ગ્રાઉન્ડ પ્રોપ્સ તરીકે ઉપયોગ કરવામાં આવ્યા હતા. ડેકોરેશન માટે ઉપયોગ કરાયેલાં ફૂલોથી કટલેરી સુધી બધી કચરાની આઈટમોનું રિસાઈકલિંગ કરાયું હતું.SSS