અમદાવાદમાં શ્રાવણીયો જુગાર જામ્યોઃ ૮ સ્થળે દરોડા
આશરે ૫ લાખનાં મુદ્દામાલ સાથે ૭૦થી વધુ જુગારીઓ ઝડપાયા
અમદાવાદ: એક તરફ કોરોનાનાં કારણે શહેરમાં કફ્ર્યુ, સોશિયલ ડિસ્ટન્સીંગ, કલમ ૧૪૪ વગેરે જેવાં નિયમોનું કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે. બીજી શ્રાવણ માસનો આરંભ થતાં સમગ્ર શહેરમાં આરંભ થતાં સમગ્ર શહેરમાં જુગારનો માહોલ જામ્યો છે. જેનાં પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પ્રતિબંધ પોલીસ આવાં જુગારધામો પર દરોડા પાડી રહી છે. જ્યાંથી મોટી રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે.
જેથી કોરોનાનું બહાનું બનાવી રૂપિયા ન હોવાનો કોલ કરતાં શખ્સોની પોલ ખુલ્લી પડી છે. પોલીસે જુગાર રમતાં શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરતાં રવિવારે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતાં. જેમાં ચાંદખેડા દાણીલીમડા, વટવા, કાગડાપીઠ, રામોલ, સેટેલાઈટ, ક્રિષ્ણાનગર સોલા સહિતનાં વિસ્તારોમાંથી માટાં પ્રમાણમાં મુદ્દામાલ મળી આવ્યો હતો.
શ્રાવણ માસની શરૂઆત સાથે જ સમગ્ર શહેરમાં જુગારધામ ધમધમતાં થઈ જતાં શહેર પોલીસ પણ સક્રિય બની છે અને તાજેતરમાં જુગારધામો ઊપર રેઈડની કાર્યવાહી વધારવામાં આવી છે. ગઈકાલે પણ આવી જ રીતે ક્રાઈમબ્રાંચ સહિત પોલીસે દરોડો પાડતાં લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. ચાંદખેડા બાલમંદિર વાસ નગરપાલિકાની બાજુમાં મોટેરા ગામમાં હસમુખ ક્રાંતિ પટેલનાં ઘરમાં ચાલતાં જુગાર પર દરોડો પાડી પોલીસે કુલ ૧૦ની અટક કરી હતી. જ્યાંથી ૧.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.
દાણીલીમડા પોલીસે બોમ્બે હોટેલ નજીક ફૈસલનગરમાં રહેતાં આબીદઅલી અંસારીનાં મકાનમાં ચાલતાં જુગારધામ પરથી કુલ નવ જુગારીઓને ઝડપી લઈ આશરે ૭૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. કાગડાપીઠ પોલીસની હદમાં આવતાં ચોર્યાસીની ચાલી, છીપા કબ્રસ્તાન સામે ગીતામંદિર રોડ પર રહેતાં અમીત મકવાણાનાં ઘરેથી પોલીસે સાત શખ્સોને ૫૦ હજારની વધુની મત્તા સાથે પકડી લીધા હતાં.
રામોલ પોલીસે રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ આવેલાં અક્ષરધામ હાઈટ્સનાં પાંચમા માળે આવેલાં મકાનમાંથી જુગારધામનો પર્દાફાશ કરી મકાનમાલિક વ્યંકટેશ વરમ સહિત ૧૦ ઈસમોની અટક કરીને ૪૦ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. સેટેલાઈટ પોલીસની હદમાં આવતાં સાગર ટાવરનાં પાર્િંકગમાં ચાલતાં જુગારનાં અડ્ડા પર દરોડો પાડતાં ૫૩ હજારનાં મુદ્દમાલ સાથે દસ જુગારીઓની અટક કરી હતી.
નવા નરોડાનાં સ્વામિનારાયણ ફ્લેટમાં રહેતો સંદીપ બડગુજર પોતાનાં ઘરે જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં પોલીસે સંદીપ સહિત પાંચ શખ્સોને ૫૯ હજારની મત્તા સાતે ઝડપી લીધા હતાં. સોલા પોલીસે એસ.જી.હાઈવે ગોતા બ્રીજ નજીક આવેલી બેઠક રેસ્ટોરન્ટની પાછળથી દસ શખ્સોને જુગાર રમતાં પકડ્યા હતાં. જેમની પાસેથી ૨૯ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે આબાદનગર વટવા કેનાલ નજીકથી ભાડાનાં મકાનમાં જુગાર રમાડતાં સાજીદ ઊર્ફે કાલીયોનાં અડ્ડો પર દરોડો પાડ્યો હતો. અને સાત જુગારીઓને ઝડપી પાડીને ૮૦ હજારનો મુદ્દામાલ પકડ્યો હતો. જાે કે સાજીદ હાલમાં વોન્ટેડ છે.