અમદાવાદમાં સગીરાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો
અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની નોકરીના સ્થળે કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરા રોજ રિક્ષામાં નોકરીએ જતી હતી પણ તેના સાથીકર્મીએ તેને લાવવા લઈ જવાનું કહેતા સગીરા તેની સાથે આવતી જતી હતી. આવામાં જ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને યુવકે લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ફોટો પણ તેણે વાયરલ કરી દેતા હવે સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
નવા વાડજમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના પાંચ ભાઈ બહેનો સાથે અને માતા પિતા સાથે રહે છે. તે ઓછું ભણેલી હોવાથી તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેવામાં તેને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ સોલા વિસ્તારમાં નોકરી અપાવી હતી. સગીરા રોજ નવા વાડજ થી રિક્ષામાં જતી હતી.
આ દરમિયાન તેને તેના સાથીકર્મીએ રોજ ભાડું બચાવવા ઓફર કરી હતી. આ સાથીકર્મીએ સગીરાને કહ્યું કે તે રોજ ત્યાંથી જ આવ જા કરે છે જેથી તે લઈ અને મૂકી જશે. સગીરા પણ ભાડું બચાવવાના ચક્કર માં પડી અને આ યુવક સાથે રોજ આવતી જતી હતી. અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
દરમિયાનમાં યુવકે સગીરાને કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં તેણે છૂટાછેડા લીધા છે તો હવે તે તેની સાથે લગ્ન કરશે. આમ લગ્નની લાલચ આપી યુવક આ સગીરાને મહેમદાવાદ ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજારતો હતો. વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સબન્ધ બાંધી સગીરા ને ધમકી આપતો હતો. સગીરા શરીર સબન્ધ બાંધવા ના પાડે તો તે ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એક દિવસ યુવકે આ ફોટો વીડિયો સગીરાના કોઈ સબંધીને મોકલી આપ્યા હતાં જેથી સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે. SM