અમદાવાદમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા વકરી

પ્રતિકાત્મક
બોપલ, શીલજ, આંબલી, ઘુમા, મકરબા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક- પાર્કિંગ સમસ્યા ગંભીર બને તે પહેલા તંત્ર ચેતે
નવા નિતિ-નિયમોને પ્રજાએ સહકાર આપવો જ રહયો; કોર્પોરેશન, ઔડાએ નિયમોનો અમલ કરવા કડકનીતિ અપનાવવી પડશે
સોસાયટીના પ્લાનોમાંથી પાર્કિંગની જગ્યાઓ અદ્રશ્ય: વાહનોનું પાર્કિંગ રોડ પર થતા રસ્તાઓ સાંકડા બન્યા, બિલ્ડરો- અધિકારીઓની મીલીભગતની આશંકા
(પ્રતિનિધિ) અમદાવાદ, “વિના સહકાર નહી ઉધ્ધાર” રાજય સરકાર તથા વહીવટીતંત્ર વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે સતત કાર્યરત રહે છે. ખાસ કરીને શહેરમાં જૂના તથા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા ખૂબ જ વિકટ બની રહી છે.
આગામી દિવસોમાં સંભવતઃ પાર્કિંગ પોલીસી આવનાર છે ત્યારે પ્રજાએ પણ ‘સેલ્ફ- ડીસીપ્લીન’ બતાવીને ટ્રાફીક- પાર્કિંગના પ્રશ્ને આગળ આવવુ પડશે માત્ર સરકારી તંત્ર પર વાત છોડી દેવાથી ચાલશે નહિ પ્રજાના સહયોગ વિના કોઈપણ નિતિ-નિયમો સફળ થતા નથી. બીજી તરફ ઔડા- એ.એમ.સી.માં જે ભ્રષ્ટાચારનો સડો થોડે ઘણે અંશે છે તેને પણ દૂર કરવો પડશે.
જયારે જરૂર લાગે ત્યાં નિતિ-નિયમોને વધુ કડક અને અસરકારક બનાવવા પડશે. ખાસ કરીને અમદાવાદમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા પેચીદો પ્રશ્ન બન્યો છે. જાે ઔડા- કોર્પોરેશન ચેતશે નહિ તો બોપલ, ઘુમા, આંબલી, સાયન્સીસીટી, શીલજ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક- પાર્કિંગની સમસ્યા ગંભીર બની જશે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કોમ્પલેક્ષોમાં પાર્કિંગની સુવિધા હોવા છતાં મુલાકાતીઓ બહારની સાઈડમાં વાહન પાર્ક કરે છે પરિણામે જે ગ્રાહકો આવતા હોય છે તેઓ મુશ્કેલી અનુભવે છે પરા વિસ્તારોમાં તો કેટલેક ઠેકાણે કંઈક અલગ જ દ્રશ્યો જાેવા મળતા હોય છે. ઔડાના સમયથી પાર્કિંગના ધારાધોરણ જળવાતા નથી.
ભૂતકાળમાં કેટલાક અધિકારીઓ ધ્વારા ગેરકાયદે પ્લાનો પાસ થઈ ગયાનું અનુભવાયું છે જેમાં એક પ્લાનમાં પાર્કિંગ બતાયેલુ હોય છે જયારે બીજા પ્લાનમાં પાર્કિંગની જગ્યાએ બાંધકામ થઈ ગયા હોય છે આવા પ્લાનો કઈ રીતે પાસ થયા હોય છે તે પણ પ્રશ્ન છે.
કારણ કે અધિકારીઓની સાઈડ વીઝીટ દમિયાન આ બધુ ઝડપાઈ જતુ હોય છે આશ્ચર્યની વાત તો એ છે કે આવા મકાનોમાં રહેવાસીઓ ગેરકાયદે બાંધકામ કરી દેતા હો યછે જેમાં સર્વન્ટ કવાટર્સ અગર તો બગીચો બનાવી દે છે પછી પોતાની ગાડીઓ રસ્તા પર આડેધડ પાર્ક કરી દે છે પરિણામે સોસાયટીઓના રસ્તાઓ સાંકડા થઈ જાય છે.
રસ્તાઓ ધારાધોરણ મુજબ બન્યા હોવા છતાં સોસાયટીઓના રસ્તા પર પાર્કિંગ થતા હોવાથી રસ્તાઓ સાંકડા થઈ જાય છે. કેટલીક જગ્યાએ તો ફૂટપાથ પર પાર્કિંગ કરાતા ચાલનારા રાહદારીઓ માટે રસ્તા પર ચાલવુ અત્યંત મુશ્કેલ થઈ જાય છે નાના બાળકો, સીનિયર સીટીઝનો માટે રોડ પર ચાલવુ ઘાતક બની જાય છે.
કારણ કે ફૂટપાથો પર લારી-ગલ્લાઓ થઈ ગયા હોવાથી વડીલો, બાળકોને ફરજીયાત પણે વાહનોથી ધમધમતા માર્ગ પર ચાલવુ પડે છે. ઘણી વખત તો નાના-મોટા અકસ્માતો સર્જાતા જાેવા મળે છે ખાસ તો વહેપારી સંકુલોની બહાર મોટા માથાઓના સંકુલો આવેલા હોય છે ત્યાં જ આવા પ્રકારના ધારાધોરણ જળવાતા નથી પરા વિસ્તારોમાં આ સમસ્યા ગંભીર આકાર લઈ રહી છે.
પશ્ચિમ વિસ્તારમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં જાે કોર્પોરેશન આવી બધી મુશ્કેલીઓ સામે જાગૃત નહી રહે તો નવા વિકાસ પામતા વિસ્તારોમાં આવા જ પ્રશ્નો સર્જાઈ શકે છે. જયારે નાના-મોટા અકસ્માતો થવાની શક્યતાઓ વધી જશે અને લોકોની સમસ્યા પાર્કિંગ પોલીસી ઘડે કે ન ઘડે ઠેરની ઠેર રહેશે.
કમનસીબે અમદાવાદ આ બાબતમાં બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે. અમદાવાદની પ્રજા જયાં સુધી પોતાની નૈતિક ફરજ – જવાબદારી સમજીને સરકારે ઘડેલા નિતિ-નિયમો અનુસાર જાે નહિ ચાલે તો આ સમસ્યા તેના કરતા ઘણી વધુ ખરાબ પરિસ્થીતિ ઉભી થશે સરકારી ખાતામાં જે વહીવટી પ્રજા ચાલી હતી તેનાથી અમદાવાદને અત્યાર સુધીમાં નુકસાન થયુ છે તેમાં સુધાર થવાની કોઈ શકયતાઓ દેખાતી નથી
નીતિ-નિયમો નવા ઘડીને કડક હાથે કામ લેવામાં આવે અને લોકો સહકાર આપે તો જ પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. પરા વિસ્તારમાં કેટલીક સોસાયટીના બંગલા ધારકો જેમને સરકારી ધારાધોરણે પાર્કિંગ પોતાના મકાનના કમ્પાઉન્ડમાં પ્લાનમાં બતાવેલુ હોય છે તે પાર્કિંગની જગ્યાઓમાં ગેરકાયદે રીતે બાંધકામ કરી અને તેનો ઉપયોગ જુદી રીતે કરતા હોય છે
જયારે પોતાના ઘરમાં રહેલા ચાર-પાંચ વાહનો કમ્પાઉન્ડની બહાર વિના સંકોચે પાર્ક કરે છે જેના પરિણામે પાર્કિંગના ઈશ્યુ ઉભા થાય છે જયાં સુધી આ રહેણાંક વિસ્તારના નાગરિકો હસકાર નહિ આપે ત્યાં સુધી આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે નહિ.
ખરેખર તો બહાર રસ્તાઓ પર વાહનો પાર્ક કરતા રહેણાંકના નાગરિકોને કાયદાનું ભાન કરાવવુ હોય તો રસ્તાઓ પર ગેરકાયદે પાર્ક કરેલા વાહનો કયારે ચોરાય તો તેનો વીમો પાસ ન થવો જાેઈએ અને વાહન ચોરીની ફરિયાદ પણ ન લેવાય તેવી લાગણી ઘણા જાગૃત નાગરિકો વ્યકત કરી રહયા છે.
આ પ્રકારે વાહન પાર્ક કરતા રહેણાંક વિસ્તારના નાગરિકો પોતાના વાહન પોતાના કમ્પાઉન્ડમાં પાર્ક કરે તો જ પાર્કિંગની સમસ્યા હળવી થશે. આ પાર્કિંગની સમસ્યા નવા વિસ્તારો સાયન્સ સીટી, બોપલ, શીલ, ઘુમા, સાઉથ બોપલ તથા મકરબા જેવા વિસ્તારોમાં ચોક્કસ ધારાધોરણ બનાવ્યા હોવા છતાં નાગરિકો પોતાના વાહન બહાર રોડ પર બેફામ રીતે પાર્ક કરે છે
તેમના પર કાયદાનો કડક અમલ થાય તો ધીમેધીમે પાર્કિંગનો સળગતો પ્રશ્ન ઉકેલાઈ શકે છે ઔડા અને એ.એમ.સી.એ તો પાર્કિંગના ઈશ્યુની સાથે ફૂટપાથ પર રહેતી પ્રજા અને બેફામ ગમે ત્યાં ઉભા કરાતા લારી-ગલ્લાઓને દૂર કરવા અત્યંત કડકનીતિ અપનાવવી પડશે.
પરંતુ આ બંને ખાતાઓની બેદરકારીના કારણે દિવસે- દિવસે નવા વિસ્તારોમાં ગેરકાયદે દબાણોની પ્રવૃતિ ફુલીફાલી રહી છે. જ ફુલીફાલી છે તેને સુધારતા સમય લાગશે પણ સખતાઈ કડકાઈથી ઘણો બધો સુધારો આવી શકે છે.