Western Times News

Gujarati News

અમદાવાદમાં સરદારધામ ફેઝ-રનું તા.૧૧મીએ મોદીના હસ્તે ભૂમિપૂજન

ર૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ અને ર૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામનું ભૂમિ પૂજન વડાપ્રધાનના હસ્તે તા.૧૧મી ને શનિવારે સવારે ૧૦ કલાકે થશે.

(એજન્સી) ધોરાજી, સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, બી.કે.પટેલ, એચ.એસ. પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યાનુસાર આગામી તા.૧૧ને શનિવારે સવારે ૧૦ કલાકે અમદાવાદ સરદાર ધામ વૈષ્ણોદેવી સર્કલ પાસે અમદાવાદ ખાતે વિશ્વ પાટીદાર સમાજ દ્વારા સરદાર ધામનો મિશન ર૦ર૬

અંતર્ગત સરદાર સાહેબની પ્રતિમાના સાંનિધ્યમાં વડાપ્રધાનના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ર૦૦ કરોડના સરદારધામ ભવનનુૃ લોકાર્પણ અને કન્યા છાત્રાલયના સરદારધામ ભૂમિ પૂજનનો કાર્યક્રમનુૃ આયોજન કરવામાં આવ્યુ છેે.

સરદારધામના અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન ર૦ર૬ અંતર્ગત એના મિશન અને વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિધ્ધ કરવા કટીબધ્ધ અને સકલ્પ બધ્ધ છે.

સરદારધામ આઈકોનિક બિલ્ડીંગનું નિર્માણ, ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યના આધાર બની રહેશે. સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ર૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ અને ર૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામનું ભૂમિ પૂજન વડાપ્રધાનના હસ્તે તા.૧૧મી ને શનિવારે સવારે ૧૦ કલાકે થશે.

સમાજના અનેકાનેક ટ્રસ્ટીઓના લોકોની ભાવના અને યોગદાનથી આ સરદારધામ સાકાર થવા જઈ રહ્યુ છે. સરદારધામ એ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે યજ્ઞ આરંભ્યો છે.

સમારોહમાં રાજયના મુખ્યમંત્રી, વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, અતિથિવિશેષ કેન્દ્રીય મીનિસ્ટર મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા, અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.