અમદાવાદમાં સવારથી જ દારૂબંધીની પ્રોહિબિશન ડ્રાઈવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Drunken.jpg)
સ્થાનિક પોલીસની સંડોવણી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશઃ બુટલેગરો પર વાચ |
અમદાવાદ : રાજ્સ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાતો હોવાનું નિવેદન કરી વિવાદનો મધપૂડો છેડ્યો છે. બીજી બાજુ ભાજપના નેતાઓએે અશોક ગહેલોતના આ નિવેદનની ટીકા કરી છે જેના પરિણામે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. આ પરિÂસ્થતિમાં દારૂબંધીના મુદ્દે રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયુ છે.
આજે સવારે રાજયની પોલીસ વડાની કચેરીમાંથી તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ તંત્ર સાથે સંકળયેલી એજન્સીઓની કચેરીમાં તાકીદનો ફેક્સ કરીને અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આજથી તા.૧૬મી સુધી દારૂ અંગે ખાસ પ્રોિહિબિન ડ્રાઈવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના પગલે અમદાવાદ શહેરમાં સવારથી જ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. અને વાહન ચેકીંગ સઘન બનાવાયુ છે.
ગુજરાતમાં દારૂબંધી અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ તબક્કાવાર બેઠકો યોજી હતી. અને તેમાં દારૂબંધી અંગે અસરકારક પગલા લેવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યમાંથી દારૂ અને જુગારની બદીને ડામી દેવા માટે છેલ્લા એક વર્ષથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે કેટલીક ઘટનાઓ પરથી રાજ્યમાં દેશી અને વિદેશી દારૂ વેચાતો હોવાનું બહાર આવ્યુ છે જેના પગલે હવે ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ રાખવાનો નિર્ણય કરાયો છે. ગૃહ વિભાગના અધિકારીઓની બેઠક બાદ રાજ્યના પોલીસ વડા સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં ગઈકાલે રાત્રે કેટલાંક મહત્ત્વ પૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં પ્રોહિબિશન ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવાતા રાજ્યના પોલીસ વડાએ આજે સવારે તેમની કચેરીમાંથી ખાસ ફેક્ષ કરવામાં આવ્યા હતા. રાજ્યમાંથી દારૂની બદીને સંપૂર્ણપણે ડામી દેવા માટે સરકારે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જેના પગલે રાજ્યના પોલીસ વડાએ આજે સવારથી જ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો તથા ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓને ફેક્ષ કરવામાં આવ્યો છે આ ફેક્ષમાં જણાવવામાં આવ્યુ છે કે સમગ્ર રાજ્યમાં આજ સવારથી જ તા.૧૬મી સુધી એક સપ્તાહ માટે પ્રોહિબિશન ડ્રાઈવ યોજવામાં આવે.
રાજ્યના પોલીસ વડાની કચેરીમાંથી ફેક્ષ આવતા જ રાજ્યભરનું પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. અમદાવાદ શહેરમાં સવારથી જ ટ્રાફિક ડ્રાઈવની સાથે સાથે પ્રોહિબિશન ડ્રાઈવ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ખાસ કરીને શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે. અને શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.
તમામ મોટા વાહનોને અટકાવીને પોલીસ ટીમો તપાસ કરી રહી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ ઠેર ઠેર પોઈન્ટો ગોઠવીને વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. રાજ્યના પોલીસ વડાએ આપેલી સુચના બાદ બુટલેગરો પર પણ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં દેશી દારૂના વ્યાપક પ્રમાણમાં અડ્ડાઓ ધમધમતા હોવાની ચર્ચા ચાલી રહી છે.
જેના પગલે સવારથી જ દેશી દારૂના અડ્ડાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે. પોલીસ વડાએ કરેલા ફેક્ષમાં જણાવવામાં આવ્યુ છે કે નામચીન બુટલેગરો સામે કડક કાયવાહી કરવામાં આવે.આ સુચનાનું પાલન શરૂ કરી દેવાયુ છે. અને શહેરભરમાં બુટલેગરો ઉપર સવારથી જ તવાઈ બોલાવવામાં આવી રહી છે.
પોલીસ સ્ટેશનો ઉપરાંત પીસીબી ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ પણ ખાસ સુચના આપવામાં આવતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સવારથી જ ખાનગી ડ્રેસમાં ગોઠવાઈ ગયા છે. અને લીસ્ટેડ બુટલેગરો પર નજર રાખવામાં આવી રહી છે.
કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. અને જા સ્થાનિક પોલીસની સંડોવણી જણાય તો સ્ટેટ મોનિટરીંગ સેલને આ અંગે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે.
રાજ્યભરમાં સવારથી જ એક સપ્તાહ માટે શરૂ થયેલી પ્રોહિબિશન ડ્રાઈવને પગલે તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર હાજર કરી દેવામાં આવ્યા છે. અને અમદાવાદ શહેરની આસપાસના ગામડાઓમાં પણ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે. આસપાસના ગામડાઓમાંથી અમદાવાદ શહેરમાં મોટાપાયે દેશી દારૂ ઠલવાતો હોવાની માહીતી મળતાં જ જીલ્લાભરની પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
સવારથી જ ગામડાઓમાં પણ સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં કંટોડીયા વાસ, વાડજ રામાપીરનો ટેકરો શાહીબાગ-રામજીનગરની પાસે તથા તીનબત્તી પાસે આવેલો અડ્ડા સહિતના સ્થળો ઉપર વાચ રાખવામાં આવી રહી છે. બીજી બાજુ પોલીસ ડ્રાઈવની માહિતી મળતાં જ કેટલાંક બુટલેગરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.