અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદઃ ઠેર ઠેર પાણી ભરાયા
(પ્રતિનિધિ) અમદાવાદ: કુદરતની કૃપા ઉતરે ત્યારે સઘળુ સારૂ થતુ હોય છે નૈઋત્વના ચોમાસાની શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ જાવા મળી હતી. પરંતુ અમદાવાદ શહેરથી મેઘરાજા રૂઠી ગયા હોય તેવી પ્રતિતિ થતી હતી. અસહ્ય બફારા ઉકળાટની વચ્ચે અમદાવાદ શહેરમાં આજે સવારથી મેઘરાજાની પધરામણી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આકાશમાં વરસાદી વાદળો છવાઈ ગયા હતા સમગ્ર અમદાવાદમાં મેઘાએ જમાવટ કરી દીધી હતી. અમુક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થઈ ગયુ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ગટરોના ઢાંકણા ખોલીને કેચમેન્ટની સફાઈ અગાઉથી કરી દેવાઈ છે જેથી ક્યાંય પાણી ભરાવાની ફરિયાદ ઉઠે નહી.
અમદાવાદ શહેરમાં સવારથી વરસાદ શરૂ થતા જનજીવન પર એકંદરે અસર જાવા મળી હતી સવારે જાણે કે ટ્રાફિક ઓછો જાવા મળતો હતો તો ગરમીથી કંટાળેલા લોકોએ પલળીને વરસાદની મજા માણી હતી. જાકે કોરોનાને કારણે લોકો ડરને કારણે વરસાદમાં પલળવાનું મુનાસીબ માન્યુ ન હતુ દરમિયાનમાં હવામાન વિભાગે આગામી ૭ર કલાકમાં રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮૮ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં તો દ્વારકા પંથકમાં આભ ફાટયુ છે. માત્ર ર૪ કલાકમાં ખંભાળિયામાં ૧૯ ઈંચ વરસાદ ખાબકયો છે. કલ્યાણપુરમાં ૧૪ ઈંચ, દ્વારકામાં ૧૦ ઈંચ, રાણાવાવ-૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકા પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી લોકો ફફડી ઉઠયા છે. અહીંયા રાહત કામગીરી માટે એન.ડી.આર.એફ.ની ટીમ મોકલી દેવામાં આવી છે.
જૂનાગઢ પંથકમાં ગીરનાર પર્વત પર સાંબેલાની ધારે વરસાદ પડતા પગથિયા પરથી જાણે કે ધોધ વહી રહયો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ હતું. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર જાવા મળી રહી છે ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે તો ડેમોમાં નવા નીર આવ્યા છે સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આકાશમાંથી કાચુ સોનુ વરસી રહયુ છે વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને ખેતીના કામમાં જાડાઈ ગયા છે. સમગ્ર રાજયમાં નૈઋત્વના ચોમાસાએ જમાવટ કરી દીધી છે.
ગુજરાતના પડોશી રાજય મહારાષ્ટ્રમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે ત્યાર પછી હવે ગુજરાતમાં પણ મેઘમહેરની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે ગોવા થઈ મહારાષ્ટ્ર થઈ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશતુ જાવા મળે છે પરંતુ સૌરાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી વાતાવરણમાં ફેરફાર થતા વરસાદ વરસી રહયો છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા રાજય સરકાર એલર્ટ થઈ ગઈ છે જયાં જયાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં એન.ડી.આર.એફ.ની ટીમોને મોકલી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા જણાવાયુ છે.
ભારે વરસાદને કારણે જરૂર જણાય ત્યાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા જણાવી દેવાયુ છે તો અધિકારીઓને પોતાની પોઝીશન નહી છોડવા પણ આદેશ અપાયા છે. સૌરાષ્ટ્રમાં એન.ડી.આર.એફની ચાર ટીમોને મોકલી દેવામાં આવી છે.