Western Times News

Gujarati News

અમદાવાદમાં સિલ્વર કલરની શંકાસ્પદ કારે પોલીસને દોડતી કરી

અમદાવાદ, અમદાવાદમાં એક કારમાં ચાર શકમંદો ભાગ્યા હોવાનો મેસેજ પોલીસને મળતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી કારને પકડી પાડી હતી ત્યારબાદ મોકડ્રીલ જાહેર થઇ હતી.દિવસ-રાત ધમધમતું અમદાવાદ ગત રાત્રે એકાએક ઠપ્પ થઇ ગયું હતું.

અમદાવાદમાં રથયાત્રાના જાજરમાન આયોજન વચ્ચે પોલીસ સતર્ક હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ ખરેખર કેટલી જાગૃત છે તે જાણવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતુ. જેમાં એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદ ભાગ્યા હોવાનો મેસેજ કંટ્રોલરૂમમાંથી વાયરલ કરાયો આવ્યો હતો. જેને લઈને પોલીસ દોડતી થઇ હતી.

અમદાવાદમાં રથયાત્રા પહેલા સિલ્વર કલરની શંકાસ્પદ કારના મેસેજને લઈને પોલીસ અલર્ટ બની હતી. ૭૦ લાખથી વધુનું વસ્તી ધરાવતા આખા અમદાવાદમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી એક-એક ગાડીની સઘન તપાસ કરવામાં આવી હતી. એક બાજુ અમદાવાદમાં રથયાત્રાનું આયોજન અને બીજી તરફ અગાઉ અલકાયદા દ્વારા અપાયેલ હુમલાની ધમકીને લઇને આ દરમિયાન અજુગતિ ઘટનાના ડરને લીધે લોકોના પણ જીવ તાળવે ચોંટયા હતા.

ત્યારબાદ પોલીસની મહેનત રંગ લાવી હતી અને અંતે પકવાન ચાર રસ્તા પાસે શકમંદ કારને પોલીસે ઝડપી પાડી હતી. જેમાંથી પોલીસકર્મીઓ જ નીકળ્યા હતા. આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.નોંધનીય છે કે આગામી ૧ જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાનાર હોય જેને લઈને પોલીસ તંત્ર સાબદું બન્યું છે.

આ અગાઉ ગત તા. ૧૯ જૂનના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અમદાવાદમાંથી ૭ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી લીધી હતી.આ સાતેય શખ્સો ગેરકાયદે ભારતમાં ઘુસી અમદાવાદ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.