Western Times News

Gujarati News

અમદાવાદમાં સૌથી ઊંચા ૨૨ માળના ત્રણ બિલ્ડિંગ બનશે

અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ત્રણ ત્રણ ગગનચૂંબી ઈમારતો બનશે. જે શહેરમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ હશે. આ બિલ્ડિંગની હાઈટ ૯૨.૪ મીટર જેટલી હશે. આ બિલ્ડિંગો સાબરમતીના પશ્ચિમ કિનારે ટાગોર હોલ અને ઈવેન્ટ સેન્ટરની વચ્ચે બનશે.

જે માટે પ્રી બીડ મિટિંગ પણ તાજેતરમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત સાબરમતીના પૂર્વ કિનારે પણ બીજા પાંચ બિલ્ડિંગ માટેની પ્રપોઝલ તૈયાર કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રંટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. ના અધિકારીઓએ કહ્યું કે આ સૌથી ઊંચી બિલ્ડિંગમાં કુલ ૨૨ માળ હશે.

દરેક માળની હાઈટ ૪.૨ મીટર જેટલી હશે.આ વર્ષની શરુઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ત્રણ બિલ્ડિંગ્સ બનાવવા માટે આ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવાયા હતા. જેમાં ટોટલ ૨૮ જેટલી ફર્મએ રુચી દાખવી હતી.

હવે આગામી સપ્તાહે આ પ્રોજેક્ટ માટેના ફાઈનલ ટેન્ડરિંગ પ્રોસેમાં આ તમામ ફર્મ ભાગ લેશે જેમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ માટે આવેલા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં ૪૦ ટકા ફર્મ દ્વારા અહીં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે રસ દાખવામાં આવ્યો છે. જ્યારે ૩૦ ટકા કંપનીઓ દ્વારા કોમર્શિયલ પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો છે. જ્યારે બીજી ૩૦ ટકા કંપની એવી પણ છે જેમણે રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ માટે રસ દાખવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે કહ્યું કે સાબરમતી રિવરફ્રંટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા પ્લોટ સાઇઝને આભારી ૧૭ માળ સુધીની  બિલ્ડિંગ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ સૌથી ઊંચા બિલ્ડિંગની હાઈટ ૯૨.૪ મીટર જેટલી હશે જ શહેરની હોસ્પિટલ કરતાં પણ ઊંચું હશે.

મહત્વનું છે કે આટલી હાઈટના પ્રોજેક્ટમાં દરેક માળ ૪.૨ મીટરની હાઈટનો રાખવામાં આવશે જેના કારણે દરેક માળ પર એર કંડિશનિંગ ડક્ટ્‌સ, ઈલેક્ટ્રિક વાયરિંગ અને વેન્ટિલેશન વગેરે સિલિંગ સાથે જ ઇન્સ્ટોલ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.