અમદાવાદમાં હજુ કોરોનાની પીક આવી નથી એટલે સાવચેત રહેજો

અત્યારે શહેર સહિત ગુજરાતમાં લગ્નની ધુમ મચી હોઈ ટેસ્ટ ઓછા થવાથી કેસ ઘટ્યાઃ ગઈકાલે દર બે મીનિટે નવ કેસ નોંધાયા હતા
(એજન્સી) અમદાવાદ, શહેરમાં કોરોનાના મહાસુનામી ફરી વળી છે એમાં કોઈ ચર્ચાને સ્થાન નથી. કોરોનાથી દર્દીઓના મૃત્યુ પણ હવે તો વધ્યા છે. ઉતરાયણ, વાસી ઉત્તરાયણ અને બાદના છેલ્લા સાત દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના સતાવાર પ,૧પ૭૮ કેસ થઈ ચૂક્યા છે.
જ્યારે કોરોનાએ આટલા સમયગાળામાં કુલ ૩૬ દર્દીનો ભોગ લીધો હોઈ તેેની વિકરાળતા ઓછી નથી થઈ. બીજી તરફ નિષ્ણાંતોના અભ્યાસ મુજબ દેશમાં કોરોનાનીે થર્ડ વેવ આગામી ૧૪ દિવસમાં પીક પર પહોંચવાની શક્યતા હોઈ હજુ અમદાવાદીઓના માથા પર કોરોનાનો ખતરો તો ઝઝૂમી જ રહ્યો છે. એટલે લોકોએ નોકરી ધંધા સહિતના સ્થળોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે.
અમદાવાદમાં તા.ર૦મી જાન્યુઆરીએ કોરોનાના સત્તાવાર કેસનો આંકડો ૯૮૩૭ જેટલો થતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ પણ સ્તબ્ધ થઈગયુ હતુ. એ દિવસે કેસનો આંક ૧૦ હજારની નજીક પહોંચતાં સામાન્ય લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. કોરોનાનાના અત્યાર સુધીનો એ સર્વોચ્ચ આંક હતો.
જાે કે છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના ક્સ સતત ઘટી રહ્યા છે. તા.ર૧મી જાન્યુઆરીએ૮૬ર૭ કેસ, રર મી જાન્યુઆરીએ ૮૧૯૪ કેસ અને ગઈકાલેે ૬૧૯૧ કેસ નોંધાયા હતા. ગઈકાલે તો એક જ દિવસમાં કોરોનાના કેસમાં બે હજારથી વધનો ઘટાડો નોંધાયો હતો. જાે કે આ ઘટાડો કોરોના હળવો થઈ ગયો છે એમ બિલકુલ દૃશાવતો નથી. કેમ કે અમદાવાદમાં હજુ કોરોનાની પીક આવી નથી તેમ તબીબો માની રહ્યા છે.
કોરોના સામે લડત આપવા વેક્સિનેશન એકમાત્ર અસરકારક ઉપાય હોઈ ખુદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાએ ગઈકાલેે ખાસ પરિપત્ર બહાર પાડીને આજે અને આવતીકાલે ટાગોર હોલમાં સવારના દસથી સાંજે છ વાગ્યા સુધીમાં પ્રિકોશનરી ડોઝ લેવાની તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરી છે. તમામ ડેપ્યુટી કમિશ્નર અને વિભાગીય વડા વગેરે માટે ફરજીયાત પ્રિકોશનરી ડોઝ લેવાનો છે.
આ બાબત પણ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ખુદ મ્યુનિસિપલ કમિશ્નર સહેરા પણ કોરોનાનેા સંક્રમણનેે આગળ ફેલાતુ અટકાવવા માટે કેટલી હદે ગંભીર બન્યા છે.
અમદાવાદ સહિત રાજયભરમાં લગ્નગાળો ચાલી રહ્યો છે અને તેમાં પણ ચાલુ જાન્યઅુારી મહિનામાં લગ્નમાં સૌથી વધુ ૧૦ મંુહુર્ત છે. અત્યારે લોકો લગ્નમાં મહાલી રહ્યા છે જેના કારણે ટેસ્ટીંગ બાબતે અનેક લોકો ઉદાસીન બન્યા છે. આવા લોકોની ઉદાસીનતાના કારણે શહેરમાં કોરોનાના ટેેસ્ટ ઘટ્યા છે. અને ટેસ્ટ ઘટવાથી કેસ ઘટ્યા છે. એવુ તબીબો સ્પષ્ટ રીતે માની રહ્યા હોઈ લોકોએ કોરોનાને હજુ પણ ગંભીરતાથી લેવાની જરૂર છે.
ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટના ૪૧ કેસ પણ મળી આવ્યા છે. લોકોમાં ઓમિક્રોનનો સબ લીનીએજ વેરિયન્ટ પણ જાેવા મળી રહ્યો છે. જાે કે તેના જાેખમ અંગે હજુ પણ નિષ્ણાંતો તપાસ કરી રહ્યા છે.
એક તરફ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા વેરિયન્ટ ઓમિક્રોનની હાજરીથી તેનો ચેપ સમગ્ર અમદાવાદમાં પ્રસરી ગયો છે. હવે તો કેન્દ્રીય સંસ્થાએ પણ ઓમિક્રોન સંક્રમણને કોમ્યુનિટી સ્પ્રેડીંગ ગણાવ્યુ છે.આ કોમ્યુનિટી સ્પ્રેડીંગથીઅમદાવાદ સહિત અનેક શહેરોમાં ે સંક્રમણના નવા કેસનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે.
અમદાવાદમાં ગઈકાલે કોરોનાના કેસમાં ૩૧ ટકાનો ઘટાડો થયો હતો. જાે કે હજુ પણ કેસના મામલે અમદાવાદ દેશના મુંબઈ, કોલકતા જેવા મેટ્રો શહેરોની તુલનામાં આગળ જ હતુ.
આ ઉપરાંત હવે હોસ્પીટલાઈઝડ દર્દીની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એસવીપી હોસ્પીટલમાં ગઈકાલે સાંજ સુધી કુલ ૧૭૧ દર્દીઓ હતા. તેમાં આજ સવારની સ્થિતિમાં દસ દર્દીનો વધારો થતા અત્યારે કુલ ૧૮ર દર્દીઓ આ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં છેલલા પાંચ દિવસથી દરરોજ પાંચ કે તેથી વધુ દર્દી મોતને ભેટી રહ્યા છે. જેમાં મોટાભાગના વેન્ટીલેટર પરના દર્દી હોઈ તે કોરોનાની સ્થિતિની ગંભીરતા બતાવે છે.