Western Times News

Gujarati News

અમદાવાદમાં હજુ પણ મહિલાઓ વેક્સિન લેવા ઉત્સાહ દાખવતી નથી

પુરુષો કરતાં લગભગ સાત લાખ ઓછી મહિલાઓએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી, જાેકે મ્યુનિ. તંત્ર દ્વારા વેક્સિનેશન અભિયાન ઝડપભેર હાથ ધરાઈ રહ્યું છે

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વેક્સિનેશન મહાઅભિયાનને સફળતા મળી છે. હવે પાંચ કરોડથી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ અથવા તો બંને ડોઝ લઈ લીધા છે. અમદાવાદમાં પણ વેક્સિનેશનમાં ઝડપ આવી છે. મ્યુનિ. સતાવાળાઓએ વધુને વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવાની દિશામાં ગંભીરતાથી પ્રયાસ હાથ ધર્યા છે.

સ્લમ વિસ્તાર તેમજ શાળાઓના વેક્સિનેશન પર તંત્રે ખાસ ભાર મુકયો છે. જાેકે મહિલાઓમાં હજુ વેક્સિન લેવા માટે જાેઈએ તેવો ઉત્સાહ દેખાતો નથી. પુરુષો અને મહિલાઓ વચ્ચેના વેક્સિનેશનના આંકડાનો મોટો ફરક આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે.

અમદાવાદ જેવા રાજયના આર્થિક પાટનગર અને શિક્ષિત શહેરમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વેક્સિનેશનના મામલે હજુ પણ પાછળ જ છે. ગઈકાલની સ્થિતિએ અમદાવાદમાં કુલ ર૮,૪ર,પ૪૯ પુરુષો વેક્સિન લઈ ચુકયા હતા તેની સરખામણીમાં ર૧,પ૪,૦૧૬ મહિલાઓએ વેક્સિન લીધી છે એટલે કે પુરુષો કરતાં લગભગ સાત લાખ જેટલી મહિલાઓ આજે પણ વેક્સિનથી વંચિત છે.

દરમિયાન મ્યુનિ. સતાવાળાઓદ્વારા ગઈકાલે ૪૧,૪૪૬ શહેરીજનોને વેક્સિન અપાઈ હતી સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જ સૌથી વધુ લોકોને કોરોનાની વેક્સિનથી સુરક્ષિત કરાયા હતા. બીજી તરફ શહેરમાં ગઈકાલે કોરોનાના નવા કેસ સોમવારની તુલનામાં ઘટયા હતા.

સોમવારે કોરોનાના નવા નવ કેસ નોંધાયા હતા, જયારે ગઈકાલે નવા સાત કેસ મળ્યા હતા. જાેકે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી અને ચાર દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.