Western Times News

Gujarati News

અમદાવાદમાં ૧૦ હજાર લોકો હોસ્પિટલની રાહમાં, ૧૦૮ને રોજના ૪૦થી ૫૦ હજાર કોલ્સ

Files Photo

અમદાવાદ: કોરોનાના કેસમાં વધારો થતાં હવે ૧૦૮ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ થવાના કોલમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી ૧૦૮ને મળતાં ઇમરજન્સી કોલ્સનો આંકડો ૭થી ૮ હજારથી વધીને ૪૦થી ૫૦ હજારે પહોંચ્યો છે, જેથી જાે એક વ્યકિત ૧૦૮ને પાંચ વાર ફોન કરે તો પણ અંદાજે ૧૦ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની રાહ જાેઇ રહ્યાં છે.

જેમાં દર્દીને હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા લવાયેલા દર્દીને જ દાખલ કરવાની કોર્પોરેશની નીતિ તેમજ ૭૦ ટકા દર્દીને અમદાવાદની ૧૨૦૦ બેડમાં ધકેલાતા હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો ખડકાય છે.

૧૦૮ દ્વારા સમગ્ર રાજ્યમાં હાલમાં ૬૯૦ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની કામગીરી થાય છે, જેમાંથી ૯૦ ટકા ઇમરજન્સી કોવિડને લગતી હોય છે. કોવિડના કેસ વધતાં પહેલા શહેરના અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા અને સરત જેવાં શહેરોમાંથી ૭થી ૮ ફોન કોલ્સની સંખ્યા વધીને રોજનાં ૪૦થી ૫૦ હજાર કોલ્સ આવે છે.જેમાંથી ૫૦ ટકા એટલે કે ૨૦ હજાર ફોન કોલ્સ અમદાવાદમાંથી હોય છે.

૧૦૮ના આંકડા મુજબ, રાજ્યમાંથી આવતાં ઇમરજન્સી ફોન કોલ્સની સંખ્યા ૪૦થી ૫૦ હજાર પહોંચી છે, અને એકની એક વ્યકિત વારંવાર ફોન કરે છે. તો ૧ વ્યકિત પાંચ વખત ફોન કરે તો પણ દરરોજ ૧૦ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જુએ છે, પણ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી.

અમદાવાદ, રાજકોટ અને જામનગર જેવા શહેરોની હોસ્પિટલોમાં સારવાર માટેની સ્થિતિ એટલી ખરાબ છે કે, હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગતા દર્દીને દાખલ કરવામાં ૪થી ૧૦ કલાક લાગી રહ્યો છે. દર્દીને તાત્કાલિક દાખલ કરી શકાતાં ન હોવાથી છેલ્લાં કેટલાંક દિવસોમાં હોસ્પિટલનાં પ્રાંગણમાં જ પાંચથી વધુ દર્દીના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.