Western Times News

Gujarati News

અમદાવાદમાં ૧૮ વર્ષીય વિદ્યાર્થિએ આઇ લવ યુ લોહીથી લખી આત્મહત્યા કરી

Files Photo

અમદાવાદ: મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી અને અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસે આવેલી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ એલિસબ્રિજ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં યુવતીએ લોહીથી લખ્યું હતું કે આઇ લવ યુ નિખિલ, પરિવારને સાચવજાે હું તમારી લાડકી હતી.” સ્યુસાઇડ નોટ મળી આવતા વિદ્યાર્થિનીએ પ્રેમમાં આત્મહત્યા કરી કે કેમ તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. એલિસબ્રિજ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર ખાતે કડું પાર્ક પાછળ રહેતી ૧૮ વર્ષીય પલ્લવી પંડ્યા અમદાવાદની જીન્ેં કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એલિસબ્રિજ ખાતે કલગી ચાર રસ્તા પાસેની મહિલા હોસ્ટેલમાં જ રહેતી હતી. સોમવારે બપોરે હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જાેઈ હતી. રૂમ અંદરથી બંધ હતો જેથી પોલીસને જાણ કરતાં એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આવીને તપાસ કરતા પલ્લવીએ ગળાફાંસો ખાધો હતો.

એલિસબ્રિજ પોલીસના જણાવ્યા મુજબ રૂમમાંથી લોહીથી લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં આઇ લવ યુ નિખિલ, પરિવારને સાચવજાે, હું તમારી લાડકી હતી” વગેરે લખ્યું હતું. જેથી પ્રેમમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની શંકા પોલોસે સેવી છે. જાેકે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિહોલે જણાવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પલ્લવીએ આપઘાત કરતા પહેલા પ્રેમી યુવક અને પરિવાર માટે કેટલીક વાતો લખી છે. જેમાં નિખિલ તારી સાથે બહુ સપના જાેયા, પણ અધૂરા રહી ગયા જાન. આઈ લવ યુ નિખિલ. પ્લીઝ મને કોઈનું માનસિક ટોર્ચર નથી,

સો પ્લીઝ કઈ બખેડો ના કરશો, પ્લીઝ હું મારી જાતે મારી મરજીથી મરી છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ મને છે જીવવામાં રસ નથી બસ. ભગવાને માણસ જાતને બનાવીને બહુ ખોટું કર્યું છે બનાવવાની જરૂરત જ ન હતી. મને ખબર છે કે હું આવું પગલું ભરીશ એટલે ઘણા ના વિશ્વાસ તૂટશે એટલે પ્લીઝ સોરી પ્લીઝ મારાથી કઈ ભૂલ થઈ હોય તો સોરી બધાને. બાય….આઈ લવ યુ નિખિલ.

ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ બધાય તમારું ધ્યાન રાખજાે. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘર રહી લેજે. પ્લીઝ મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે પણ પ્લીઝ નેહા પ્લીઝ મારા જેવી બનજે. જીપીએસસીની તૈયારી કરજે અને મારું સપનું તું પૂરું કરજે અને પ્લીઝ હું જતી રહી એટલે પ્લીઝ કઈ બખેડો ના કરતા…પ્લીઝ શાંતિથી મરવા દેજાે…પ્લીઝ પ્લીઝ…મારું આખું પરિવાર તમારું ધ્યાન રાખજાે અને હજુ ફરીવાર કહું છું કઈ કોઈને દોષ ના દેતા પ્લીઝ…હું મારી મરજીથી મરૂ છું

ભગવાન મારા માં મેલડી ને એટલું જ કહેવું છે કે માં પ્રેમ કરવો ગુનો છે. કેમ કોઈના મા બાપ કે ફેમિલી વાળા દીકરીને સમજાતું નથી. દીકરીની જાત એ શું કઈ ગુનો કર્યો છે? માં બસ માતાજીને આટલું જ મારે કહેવું છે અને મારી નેહાનું બધા ધ્યાન રાખજાે મને બહુ વ્હાલી છે. એના સિવાય મને કોઈ ગમતું નથી, અને એક મારો ભાઈ ગમે મને. બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે.

મારી જાન મારી જિંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન. પ્લીઝ નિખિલને વંચાવજાે. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે અને મમ્મી પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ના કરતો. પપ્પાને સામું ના બોલતો અને હું ઉપર ભલે જતી રહુ જાન પણ હું હંમેશા તારી સાથે રહીશ જાન. હંમેશા મને મારા ઘરના કહેતા કે જે બહુ વ્હાલું હોય તે વહેલા મરી જાય…સાચી વાત છે હું બહુ વ્હાલી હતી નહીં? ઓકે ચલ બાય અને પ્લીઝ કઈ બખેડો ના કરતા અને શાંતિથી રોયા વગર મારી દફન વિધિ કરી દેજાે..અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે કહેવા વાળી હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ પલ્લવીએ જે રૂમમાં આપઘાત કર્યો ત્યાં દીવાલ પર આઈ કેન ડુ ઇટ તેવું લખાણ પણ મળી આવ્યું છે. જાેકે આ વાક્ય પલ્લવીએ લખ્યું છે કે અગાઉ રહેતા કોઈ સ્ટુડન્ટસે લખ્યું છે તે બાબતે પણ તપાસ કરાશે. આ સિવાય સ્યુસાઇડ નોટ પલ્લવી એ લખી છે કે કેમ તે બાબતે તટસ્થ તપાસ માટે નોટને એફ.એસ.એલ માં મોકલી તપાસ કરાવવામાં પણ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.