અમદાવાદમાં ૨૦૧૯માં ઘરોના વેચાણ ૪ વર્ષના ઉચ્ચ સ્તર પર; વાર્ષિક આધાર પર ૧૭૬ ટકાનો ઉછાળો : નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા
અમદાવાદ, નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ આજે પોતાની અર્ધવાર્ષિક રિપોર્ટ-ઇન્ડિયા રિયલ એસ્ટેટ ૨૦૧૯ની બીજી છમાસિકના ૧૨માં સંસ્કરણને લોન્ચ કર્યાં છે. આ જૂલાઇ-ડિસેમ્બર ૨૦૧૯ (૨૦૧૯નાં બીજા છમાસિક) માટે આઠ મુખ્ય શહેરોમાં આવાસીય તથા ઓફિસ માર્કેટ સ્પેસના વ્યાપક વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. આ રિપોર્ટ જણાવે છે કે અમદાવાદમાં ૨૦૧૯માં ૧૬૭૧૩ ઘરોનું વેચાણ કર્યું, જે પાછલાં ચાર વર્ષોમાં સૌછી વધારે છે. અમદાવાદમાં નવા લોન્ચ કરેલ ઘરોના વેચાણમાં સમાન સમયગાળામાં ૧૭૬ ટકાનો જોરદાર વાર્ષિક ઉછાળો જોવા મળ્યો.
અમદાવાદ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના બ્રાન્ચ ડાયરેક્ટર બલબીરસિંહ ખાલસાએ જણાવ્યું કે, “વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં આવાસીય અને ઓફિસ માર્કેટ બંન્નેએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. કોમર્શિયલ સેક્ટરે લીઝિંગ ટ્રાન્ઝેક્શનમાં વધારો જોયો છે. તેની સાથે કેટલીક ઓફિસને પોતાના ઉપયોગ માટે પણ ખરીદવામાં આવ્યાં. ઓફિસ ટ્રાન્ઝેક્શનમાં સકારાત્મક મનોભાવ આવાસીય બાઝારમાં પણ નજર આવી રહ્યાં છે, જેનાથી વેચાણ વોલ્યુમમાં વધારાના સંકેત નજર આવવા ચાલુ થઇ ગયાં છે. જો બજારના આધાર પર વાત કરીએ, તો આવાસીય બજાર, માઇક્રો-સેગમેન્ટ અને અફોર્ડેબલ હાઉસિંગે ૨૦૧૯ નાં બીજા છમાસિકમાં એક મૂખ્ય ભૂમિકા નિભાવી છે. તો, બીજી અને સીબીડી વેસ્ટે ૨૦૧૯ નાં બીજા છમાસિકમાં ઓફિસ સ્પેસ ઉપયોગમાં સૌથી વધારે ભાગીદારી મેળવી.”
અમદાવાદમાં ૨૦૧૯માં ઓફિસ લીઝિંગ પાછલાં ૧૦ ત્રિમાસિકમાં સૌથી ઉચ્ચ સ્તર પર હતી. તેણે વાર્ષિક આધાર પર ૫૦ ટકાનો ઉછાળો રજીસ્ટર કર્યોં અને ૦.૧૪ મિલિયન વર્ગ મીટર (૧.૫૫ મિલિયન વર્ગ ફૂટ) પર પહોંચી ગયો. જોકે, નવાં પૂરા થયેલ ઘરે (કમ્પ્લીશન) લીઝિંગ એક્ટિવિટીને પાછળ છોડી દીધી અને ૦.૪૫ મિલિયન વર્ગ મીટર (૪.૮૮ મિલિયન વર્ગ ફૂટ) રહ્યો. તેમાં ૨૦૧૮ની સરખામણીમાં ૫૮ ટકા નો વધારો થયો. તેનાથી ઇન-ઓફિસ ટ્રાન્ઝેક્શનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ હોવા છતાં ઓફિસ માર્કેટ રેન્ટને સ્થિર બનાવી રાખી, અને વધારે બાઝારની પ્રતિસ્પર્ધી ધારને બનાવી રાખી.