Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૦ આચાર્ય ભગવંતો બિરાજમાન થયા

અમદાવાદ: કોરોનાને પગલે સર્જાયેલા પ્રવર્તમાન સંજોગોને લીધે આ વખતે ચાતુર્માસ દરમિયાન મહારાજ સાહેબના વ્યાખ્યાન યોજાવવા અંગે અવઢવ છે. પર્યુષણ વખતે વ્યાખ્યાન યોજવાનો નિર્ણય એ સમયની પરિસ્થિતિ -સરકારની ગાઇડલાઇનને આધારે લેવાશે તેમ આચાર્ય ભંગવતો જણાવી રહ્યા છે. આવતીકાલ તા.૪ થીજુલાઇને શનિવારના દિવસે જ જૈન ચાતુર્માસનો પ્રારંભ થશે. અમદાવાદમાં આ વખતે ૩ ગચ્છાધિપતિ મહારાજ સાહેબ, ૨૦ આચાર્ય ભગવંતો ચાતુર્માસ કરી રહ્યા છે.

પરંતુ મહામારી ચાતુર્માસના ચાર મહિના સુધી જૈન ધર્મના સાધુ-સાધ્વીજી ભગવંતો વિહાર કરતા નથી. ચાતુર્માસ અગાઉ ગુરૂ ભગવંતોનું જૈન સંઘમાં ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં આવે છે. એક સ્થળે રહીને તેઓ ચાતુર્માસ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓને અનેકવિધ આરાધનાઓ કરાવીને જિનવાણીનું શ્રવણ કરાવતા હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્માસ પાંચ માસનો રહેશે.

આ વખતે મોટાભાગના જૈન સંઘમાં વ્યાખ્યાનના આયોજન કરવામાં આવ્યા નથી.જૈન અગ્રણીઓ જણાવ્યું કે, ‘સરકારે અનલોક ૨.૦ની ગાઇડલાઇનમાં વ્યાખ્યાન કે ધર્મ સભા માટે મંજૂરી આપી નથી.જેના કારણે હાલના સમયે સંઘોમાં વ્યાખ્યાન નહીં યોજાય. પર્યુષણના પર્વ અગાઉ વ્યાખ્યાનની મંજૂરી મળી જશે તેવો અમને આશાવાદ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તો પ્રતિક્રમણ કરી શકશે.

આ વખતે શ્રાવક-શ્રાવિકાઓ ઘરમાં જ રહીને ધર્મ-તપ આરાધના કરે તે હિતાવહ છે. ભાવિકોએ ઘરેથી જ આ આરાધના કરવાની રહેશે. જે ભાવિકો ઉપાશ્રયમાં મહારાજ સાહેબના વંદન માટે આવવા માગતા હોય તેમને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ઉપરાંત ફરજીયાત માસ્ક પહેરવું પડશે તેમજ તેઓ વધારે સમય બેસે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.