અમદાવાદમાં ૨૭ ઓગષ્ટે નાઈટ હાફ મેરેથોન, ૧ લાખ નાગરિકો ભાગ લેશે
૨૧ કિમીની નાઈટ હાફ મેરેથોન યોજાશે
યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો તેમજ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે
અમદાવાદ,અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૭ ઓગષ્ટના રોજ નાઈટ હાફ મેરેથોન યોજાશે. જેમાં એક લાખથી વધુ નાગરિકો એકતા અને જાગૃતિની દોડ લગાવશે. દોડનું રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટથી સિંધુભવન રોડ સુધી આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનને લઈને હાફ મેરેથોન માટે શહેરમાં અલગ અલગ ૨૬ સ્ટેજ બનાવવામાં આવ્યા છે.
૨૧ કિમીની નાઈટ હાફ મેરેથોનનું આયોજન ડ્રગ્સની બદીની નાબૂદી માટે થઈ રહ્યું છે. મેરેથોન દોડનો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો તેમજ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે. વધુમાં અલગ એડવેન્ચર, સ્પોર્ટમાં સામેલ કરવા યુવકોને જાગૃત કરવાનો પણ હેતુ રખાયો છે. જેમાં નાગરિકોની ફિટનેસને લઇને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ દોડમાં આર્મી, દ્ગઝ્રઝ્ર અને એરફોર્સના જવાનો પણ જાેડાશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાફ મેરેથોન અંતર્ગત શહેરમાં ૩ અલગ અલગ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ કિમી, ૧૦ કિમી અને ૬ કિમીની દોડ લગાવવામાંઆ આવશે. આ ત્રણેય ઇવેન્ટમાં વિજેતાઑ માટે અલગ અલગ ઇનામ પણ આપવામાં આવશે. અમદાવાદ પોલીસ આ ઈવેન્ટને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જાનારી ભવ્યતા અપાવવા કમર કસી રહી છે.
જેને પગલે હાફ મેરેથોન માટે અલગ અલગ ૨૬ સ્ટેજ બનાવાયા છે અને રૂટ પર નાર્કોટેસ્ટના પોસ્ટરનો ઉપયોગ કરી જાગૃત લાવવા પ્રયાસ કરાયો છે. વધુમાં ગ્લુકોઝ, પાણી અને જ્યુસની પણ વ્યવસ્થા રાખવા આવી છે અને ભાગ લેનાર નાગરિકોને ટી-શર્ટ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી, ય્ેં સહિતની યુનિવર્સિટીઓના સહકારથીએક લાખ લોકોનું રજિસ્ટ્રેશન કરવાનો ટાર્ગેટ હોવાનું જણાવાયું છે. મેરાથોનને લઈને રૂટ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. એટલું જ નહિ સેલિબ્રિટી અને સિંગરને પણ હાફ મેરેથોનમાં બોલાવાયા છે.