અમદાવાદમાં ૫૮૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ઇ- લોકાર્પણ અને ખાતમૂહૂર્ત
વસ્ત્રાલ સ્થિત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ
વસ્ત્રાલ સ્થિત બી.આર.ટી.એસ (બસ રેપિડ ટ્રાન્સિટ સીસ્ટમ) વર્કશોપ માં અમદાવાદ જનમાર્ગને ૭૧ કરોડના ખર્ચે ૫૦ અધતન ઈલેક્ટ્રીક બસોની ભેટ
અમદાવાદ પૂર્વ વિસ્તારના રમતવીરો માટે વસ્ત્રાલમાં ૫૧ કરોડના ખર્ચે નવીન સ્પોર્ટસ કોમ્પ્લેક્સનુ ભૂમિ પૂજન
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યાન્વિત ૫૮૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ અને ખાત- મુહુર્ત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ સ્થિત વિવિધ વિકાસ કાર્યોના ઇ- લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વસ્ત્રાલ સ્થિત બી.આર.ટી.એસ વર્કશોપ ખાતેથી આજે શહેરીજનોને ૫૦ ઈલેક્ટ્રીક બીઆરટીએસ ની ભેટ નગરજનોની જનસુખાકારીમાં વધારો કરવાની સાથે જીવનશૈલીમાં સુધારો કરશે.
વસ્ત્રાલ થી શરુ કરાયેલ ૫૦ નવીન ઈલેક્ટ્રીક બીઆરટીએસ બસો સ્પેન્ડેડ પાર્ટિકલ મેટર (S.p.m.) સ્તર નીચો કરી પર્યાવરણને સાનુકૂળ સેવા પ્રદૂષણ ઘટાડવામા મહત્વની ભૂમિકા બની રહેશે. જેના થકી શહેરી જનોને સુવિધા સાથે સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.
અમદાવાદ પૂર્વ વિસ્તારના રહીશો ની આરોગ્યલની દરકાર કરીને રમતવીરો માટે અંદાજિત ૫૧ કરોડના ખર્ચે નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
વિધિવત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નું ભૂમિ પૂજન કર્યા બાદ મંત્રીશ્રીએ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નો નકશો જોઈ એન્જિનિયર દ્વારા સમગ્ર નિર્માણ પ્રક્રિયા નો તાગ મેળવ્યો હતો.ત્યારબાદ સ્થળ ઉપર જઈ સમગ્ર નિર્માણ કામગીરી ની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ શહેરને બ્રિજ,ઇલેક્ટ્રિક બસ, ગાર્ડન,વોટર પ્રોજેક્ટ, રિવરફ્રન્ટ ફેઝ-૨, અમદાવાદ શહેરીજનોની અનેકવિધ સુવિધાઓમાં અને જનસુખાકારી માં વધારો કરશે તેવી લાગણી ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન રિવરફ્રન્ટની થઈ હતી. જેણે વૈશ્વિક ફલક પર અમદાવાદ શહેરને ખ્યાતિ અપાવી છે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની દૂરંદેશી વિચારશૈલી નું પરિણામ છે તેમ ગૃહ રાજ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું.
વિવિધ વિકાસ કલ્પોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે અમદાવાદ દસ્ક્રોઇ વિસ્તારના ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કાઉન્સિલરશ્રીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.