અમદાવાદમાં ૮થી ૨૨ જાન્યુ. વચ્ચે ૧૫ દિવસ માટે ફ્લાવર શો યોજાશે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કોરોના ગાઇડલાઇન્સ સાથે ફલાવર શો-૨૦૨૨નું આયોજન થશે. અમદાવાદ મહાનગર પાલિકાએ ફલાવર શો માટે ટિકીટના દર પણ નક્કી કર્યા છે.
ઓનલાઇન ટિકિટથી બુકીંગ થશે. દર એક કલાકે ૪૦૦ લોકોને પ્રવેશ મળશે. અમદાવાદ શહેરમાં ૮ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી વચ્ચે ૧૫ દિવસ માટે ફ્લાવર શો યોજાશે. કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ઉજવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ફલાવર શોના ટિકિટ દરની વાત કરવામાં આવે તો ૧૨ વર્ષથી નીચેના બાળકોની ટિકિટ ૩૦ રૂપિયા રહેશે. સાથે સિનિયર સિટીઝન માટે પણ ૩૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે ૧૩ વર્ષથી ઉપર અને ૬૫ વર્ષથી નીચેના લોકોની ટિકિટ ૫૦ રૂપિયા રહેશે.
શનિવાર અને રવિવારના રોજ ટિકિટ દરમાં ભાવ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૧૨ વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટીઝનોની ટિકિટ ૫૦ રૂપિયા રાખવામાં આવી છે. શનિવાર અને રવિવારના રોજ ૧૩ વર્ષથી ઉપર અને ૬૫ વર્ષથી નીચેના લોકોની ટિકિટ ૧૦૦ રૂપિયા રહેશે.
સવારે ૯ વાગ્યાથી રાત્રે ૮ સુધી ફ્લાવર શો ઓપન રહેશે. પંદર દિવસ માટે ફ્લાવર શો યોજાશે. ફ્લાવર શોની મુખ્ય થીમ આરોગ્યની છે. જેમાં ૧૫ જેટલા કલ્સર બનાવવામાં આવશે. ધન્વંતરી, યોગ સહિતના આરોગ્યને લગતા મેસેજ આપતા સ્કલ્પચર બનાવવામાં આવશે.
ફલાવર શો માં આ વખતે ફિજિકલ ટિકીટ મળશે નહી. ઓનલાઇન ટિકિટ બુક કરાવવાની રહેશે. દર એક કલાકે ૪૦૦ લોકોને પ્રવેશ આપવામાં આવશે. ટિકીટમાં ટાઇમ પણ આપવામા આવશે. ફલાવર શો માં ૬૫ મુખ્ય પ્રજાતિ અને ૭૫૦ પેટા પ્રજાતિ, સાત લાખની વધુ ફુલ છોડ અને રોપા હશે. તેમજ ૧૦૦થી વધુ મેડિસીલન ( આર્યુવેદિક ) રોપા પ્રદર્શિત કરાશે. જેમા મુખ્ય શિયાળાની ઋતુના વધુ ફુલ આપતા પિડુનિયા, ડાયન્થસ, પેન્ઝી, સાંવલિયા સહિત અનેક પ્રકારના રંગબેરંગી સિઝનેબલ ફુલ, જૂદા જૂદા થીમ બેઝ પ્રાણી સ્કલ્પચર, સેલ્ફી ઝોન ઉભા કરાશે.SSS