અમદાવાદમાં ૮,૮૧૯ ચો.ફૂટના બિનઅધિકૃત બાંધકામો દૂર કરાયા
(એજન્સી) અમદાવાદ, ગુરૂવારે પૂર્વ ઝોનના બિન અધિકૃત બાંધકામો સીલ કરવામાં આવ્યા હતા. ભગવતી રોડ ટી.પી.સ્કીમ નંબર પ૧, પ્લોટ નંબર ર૭, પૈકી ભાઈપુરા વોર્ડના બાંધકામો સીલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઉતર ઝોનમાં સરસપુર, રખિયાલ વોર્ડ સુલેમાન રોઝાની ચાલીના ૪પર ચો.ફૂટના વધારાના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
દક્ષિણ ઝોનના લાંભા વોર્ડના ૮ કોમર્શિયલ અને રહેણાંક એમ ૬૦૦૦ ચો.ફૂટ તેમજ મધ્ય ઝોનમાં જમાલપુર વોર્ડ ૧, સીસ નંબર ૧૧૬,૧૧૮, સહિતના ર૩૬૭ ચોરસ ફૂટના બિનઅધિકૃત બાંધકામો દુર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના એસ્ટેેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરી ૮૮૧૯ ચોરસ ફૂટના બિનઅધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી ૪૮૭૪પર ચોરસ ફૂટના બાંધકામો દૂર કરાયા છે.
જ્યારેે રહેણાંક અને કોમર્શિયલ સહિતના ૩૬૩૯ યુનિટ સીલ કરાયા હતા. આગામી સમયમાં પણ આ કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ રાખવામાં આવશે.