અમદાવાદમાં 15મી મે થી આવશ્યક વસ્તુઓ મળી રહેશે
અમદાવાદ શહેરમાં 7 દિવસ માટે જાહેર કરવામાં આવેલ ચુસ્ત લોકડાઉન નો અમલ 15મી મે થી પૂર્ણ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકો ને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જે અંતર્ગત કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તારમાં સવારે 8 વાગ્યા થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.
ડો. રાજીવ ગુપ્તા ના જણાવ્યા મુજબ પ્રથમ બે કલાક સ્ત્રીઓ અને બાળકો જ ખરીદી કરવા નીકળે તો વધુ સરળતા રહેશે. શહેર ના 17 હજાર વેપારીઓના સ્ક્રીનીંગ પૂર્ણ કરવામાં આવ્યા છે. વેપારીઓને હેલ્થકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે .જે સાત દિવસે રીન્યુ કરવાના રહેશે. વેપારીઓ માટે માસ્ક, ગ્લોવ્ઝ અને સેનેટાઇઝર ફરજીયાત રહેશે.
રોકડ ની લેવડ દેવડ માટે બે અલગ ટ્રે રાખવી ફરજિયાત છે. કોરોના સંક્રમણ ને રોકવા માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ખરીદી સમયે સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં આવે તે જરૂરી છે. શહેર માં પાંચ સ્થળે શાકભાજીના હોલસેલ માર્કેટ શરૂ થશે જેથી ભીડ થવાની શકયતા રહેશે નહીં.