Western Times News

Gujarati News

અમદાવાદમાં 7 કોરોના મોબાઈલ ટેસ્ટીંગ વાનનું લોકાર્પણ

અમદાવાદ, કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા 7 કોરોના મોબાઈલ ટેસ્ટીંગ વાન અમદાવાદના અલગ અલગ 7 ઝોનમાં મુકવામાં આવી છે. આ કોરોના ટેસ્ટીંગ વાનમાં આધુનિક ટેસ્ટીંગ સુુવિધાઓ આપવામાં આવી છે. આ ટેસ્ટીંગ વાનમાં સેમ્પલ કલેક્શન, થર્મલ ગન જેવી સુવિધાઓ પણ છે. આ મોબાઈલ ટેસ્ટીંગ વાન અમદાવાદના ઝોન પ્રમાણે વિભાજીત કરવામાં આવશે.

અમદાવાદ કમિશ્નર વિજય નહેરા અને અન્ય અધિકારીઓ દ્વારા મંગળવારે સવારે આ સાતેય કોરોના મોબાઈલ ટેસ્ટીંગ વાનનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.