અમદાવાદમાં 7 દિવસ માટે જડબેસલાક લોકડાઉન
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના ના સંક્રમણ ને નિયંત્રણમાં લેવા માટે સાત દિવસ માટે જડબેસલાક lockdown જાહેર કરવામાં આવ્યું છે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર આ અંગે ની વિધિવત જાહેરાત કરી હતી
અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તેના કારણે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઇ થયા બાદ સરકારે તાત્કાલિક ઇન્ચાર્જ કમિશનર તરીકે મુકેશકુમાર નિમણૂક કરી હતી
તેમજ કોવીડ 19 નો તમામ હવાલો ડો. રાજીવ ગુપ્તા ને સોંપવામાં આવ્યો છે. કોરોનાની જવાબદારી મળ્યા બાદ મંગળવાર સાંજ થી જ બેઠકો નો દૌર શરૂ થઈ ગયો હતો. બુધવારે પણ વહેલી સવારથી કોરોનાને નિયંત્રણ માં લેવા માટે ના તમામ પાસા પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ત્યા સાવચેતી ના પ્રથમ પગલા તરીકે 15 મે સુધી જડબેસલાક લોકડાઉન અમલ માટે ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માત્ર દૂધ અને દવા ની દુકાનો જ ખુલ્લી રહેશે જયારે છેલ્લા ઘણા દિવસોથી શાકભાજી ના ફેરિયાઓના પોઝિટિવ કેસ આવી રહયા છે.
તેથીસુપર સ્પ્રેડર ઉપર પણ સાત દિવસ નો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમ્યાન શાકભાજી અને કરિયાના ની દુકાનો પણ બંધ રહેશે.શહેર માં 7 દિવસ માટે લોકડાઉન નો ચુસ્ત અમલ થાય તે માટે રેપીડ એક્શન ફોર્સ ની ટીમો પણ બોલાવવામાં આવી છે શહેરમાં ચુસ્ત લોકડાઉન નો અમલ બુધવાર મધરાત થી થશે