અમદાવાદમાં GCS હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા મૃત હાલતમાં મળી
અમદાવાદ, અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલા મેમકો પાસે મકાનમાં અત્યંત દુર્ગધ આવી રહી હતી. જેથી પડોશી અને સ્વજનોએ રૂમનો દરવાજાે ખોલતા મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાના ગુપ્ત ભાગમાં અને શરીરના બીજા અંગત ભાગમાં જવલંત પ્રવાહી છાંટીને ઇજા પહોંચડી હતી.
જેમાં આ મહિલાનું મોત થયું હોવાનું પોલીસ માની રહી છે. આ અંગે હાલ પોલીસે મહિલાની હત્યા પાછળ તેનો બોયફ્રેન્ડ શંકાના ઘેરામાં હોવાના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મેમકો વિસ્તારમાં રહેતી આ મહિલા GCS હોસ્પિટલમાં નોકરી કરતા હતા. ૬ વર્ષથી તેઓ તેમના પતિથી અલગ રહે છે. આ દરમિયાન મહિલાના કોઈ યુવક સાથે આડાસંબંધ પણ હતા.મહિલાના રૂમમાંથી અત્યંત દુર્ગધ આવતી હતી. જેના લીધે મકાન માલિકે તેમના સ્વજનને જાણ કરી હતી.
જે દરમિયાન લોકોએ રૂમનો દરવાજાે ખોલતા પલંગ પર મહિલાની લાશ પડી હતી. લોકોએ જાેતાં મહિલાના માથામાં ઇજા હતી અને લોહી નીકળી રહ્યું હતું. જ્યારે તેના ગુપ્ત ભાગમાં જવલંત પ્રવાહી છાંટીને પ્રાઇવેટ પાર્ટ બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માત્ર એટલુ જ નહીં મહિલાને અન્ય ગુપ્તાગમાં પણ જવલંત પ્રવાહી છાંટવામાં આવ્યું હતું.
૧૦ દિવસ પહેલા શહેરના જુહાપુરામાં રહેતા સલમાન નામના યુવાનનું રહસ્યમ મોત થયું હતું. આ સમગ્ર પ્રકરણમાં હજી સુધી યુવકના મોતનું ચોક્કસ કારણ પોલીસને મળ્યું નથી, પણ પોલીસ હવે હ્લજીન્ અને અન્ય રિપોર્ટની રાહ જાેઈ રહી છે. આખો કેસ જ રહસ્યમય છે.
આ બનાવમાં ચોંકાવનારી બાબત તો એ હતી કે મૃતકના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાખી આવ્યા હતા. પરિવાર એકના એક દીકરાને બચાવવા હવાતિયાં મારતો રહ્યો અને તેનું મોત થયું હતું.સલમાન (ઉં.વ.૨૯) પરિવારનો એકનો એક દીકરો હતો.
તેના પર વૃદ્ધ મા-બાપ અને બે બહેનની જવાબદારી હતી તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી. એક દિવસ સલમાનનો મિત્ર તેને ગંભીર હાલતમાં ઘરે લાવ્યો, તેની હાલત ખરાબ હતી. શું થયું કંઈ ખબર ન હતી. મિત્રએ કહ્યું હતું કે તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. પરિવારને એમ હતું કે નશો ઊતરશે એટલે સાજાે થઈ જશે, પરંતુ સલમાન સાજાે થઈ શક્યો નહીં અને તેનું મોત થઈ ગયું.
આ અંગે સલમાનના પિતા ફરીદભાઈએ જણાવ્યું હતું કે તે મારો એકનો એક દીકરો અને પરિવારનો સહારો હતો. સલમાનના મૃત્યુ અંગે અમને શંકા છે. તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જાેઈએ. તે દિવસે તેનો મિત્ર તેને ગંભીર પરિસ્થિતિમાં ઘરે લઈને આવ્યો અને અમને કહ્યું હતું કે આ કચરાપેટી પાસે પડ્યો હતો,
તેણે એમ.ડી. ડ્રગ્સ લીધું છે. અમને એમ હતું કે નશો ઊતરશે એટલે સારું થઈ જશે, પરંતુ તે રાતે કણસતો હતો કે મને પેશાબ થતો નથી. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવેલી હતી. તેને સવારે ઊલટી થઈ. પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાર બાદ સોલા સિવિલમાં સારવાર માટે લઈ જવા કહેવામાં આવ્યું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.