Western Times News

Gujarati News

અમદાવાદમા બીયુ પરમિશન વગર ચાલતી શાળાને AMCએ સીલ કરી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલિગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના પશ્ચિમઝોનમાં આવતા રાણીપ, નવાવાડજ અને વાડજ સહિતના વિસ્તારમાં આવતી ૯ સ્કૂલ અને ૧ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત ૧૦ બિલ્ડીંગને સીલ કરવામાં આવી છે. સિલિગ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં ૩૦થી વધુ કોમ્પ્લેક્સની ૫૦૦ જેટલી દુકાનો, ૧૦થી વધુ હોટલ,૧૨ જેટલી સ્કૂલને સીલ મારી દીધી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ બીયુ પરમિશન વગર ચાલતી હતી. જાે કે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને ના છૂટકે સિલિગ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સીલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી ૯ સ્કૂલ અને રાણીપ શાકમાર્કેટમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સીલ કર્યું છે.

અગાઉ રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત ૭ જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આરકેડની ૮૮ ઓફિસ અને દુકાનો સીલ કરી હતી. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં ૨૬૬ જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી હતી.

એસ્ટેટ વિભાગે દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં ૯૦ દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની ૨૭ દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ ૭ યુનિટ સીલ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.