અમદાવાદીઓએ શિવરાત્રિના દિવસે પ૦,૦૦૦ લીટરથી વધુ ભાંગ પીધી

Files Photo
અમદાવાદ: મહાશિવરાત્રીના દિવસે શિવજીને ભાંગનો પ્રસાદ અતિપ્રિય હોય છે આથી આજે શહેરના શિવાલયોમાં ભાંગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જેને શ્રધ્ધાળુઓને પ્રસાદના રૂપે વહેંચવામાં આવ્યો હતો. મહા શિવરાત્રિના દિવસે લોકો મિત્રો, પરિવાર સાથે શિવજીનો પ્રસાદ તરીકે ભાગની મહેફીલ મનાવતા પણ જાેવા મળ્યા હતાં.
આજે શહેરમાં ઘણે ઠેકાણે ઠંડાઈની લારીઓ જાેવા મળી હતી અને લોકો આ ઠંડાઈ ખરીદી કરવામાં લાગ્યા હતાં. એક અંદાજ મુજબ આજે પ૦,૦૦૦ લીટરથી વધુ ભાંગ પીવામાં આવી હતી આ ભાગ બનાવવા માટે ઉત્તર પ્રદેશ, બિહાર તથા મધ્યપ્રદેશથી ૧૦૦થી વધુ કારીગરો અમદાવાદ આવ્યા હોવાનું જાણવા મળે છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ભાંગનું વેચાણ કરવામાં આવ્યુ હતું. મહાશિવરાત્રિના આગળના દિવસથી ભાંગની ટેબ્લેટની માંગ થતી હોય છે શરૂઆતમાં જે ભાંગની ગોળી રૂા.ર૦૦માં વેચાઇ હતી તેનો ભાવ આજે શિવરાત્રીને દિવસે રૂા. ૩૦૦ થઇ ગયો હતો તેમાં છતાં શ્રધ્ધાળુઆ ભાંગ લેવા ઉમટી પડયા હતાં. ભાંગનું વેચાણ આ વર્ષે રૂા. અઢી લાખથી વધુ થઇ હોવાનો અંદાજ છે
આ વખતે ગયા વર્ષ કરતા માંગનું પ્રમાણ પણ વધુ હોવાનું જાણવા મળ્યુ હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના સેક્રેટરીના જણાવ્યા મુજબ દર વર્ષે સોસાયટી સહુ રહિશો સાથે મળી ભાંગનો કાર્યક્રમ બનાવતા હોઈએ છીએ આ વર્ષે પણ ભાંગ બનાવવા માટે ખાસ કારીગરને બોલાવવામાં આવ્યા હતાં. ભાંગ બનાવવા બિહાર, ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશથી સોથી વધુ કારીગરો શહેરમાં આવ્યા હતાં.