Western Times News

Gujarati News

અમદાવાદીઓને હાલ પુરતી ગરમીથી રાહત નહીં મળે

અમદાવાદ, અમદાવાદમાં આગ વરસાવતી ગરમી યથાવત્‌ રહી છે અને ગરમીનો પારો ફરી ૪૪ ડિગ્રીએ પહોંચ્યો છે. આજે એટલે સોમવારે અમદાવાદનું તાપમાન ૪૩થી વધુ રહ્યું હતું હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ૪૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. બીજી તરફ શનિવાર રાત્રિનું તાપમાન ૨૭.૧ ડિગ્રી થઇ ગયું હતું. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે.

જાેકે, ત્યારબાદ ગરમીમાં સાધારણ ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે. આ પછી ૭ થી ૧૦ મે દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો ૪૫ સુધી પહોંચે તેવી સંભાવના છે. સોમવારે દિવસ દરમિયાન ૭ શહેરમાં પારો ૪૨ ડિગ્રીને પાર નોંધાયો હતો.
રાજકોટમાં ૪૩ ડિગ્રીએ ગરમીનો પારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ રાજકોટમાં ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતના અનેક સ્થળોએ આવતીકાલથી ૩-૪ દિવસ માટે તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ઘટતાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. જાેકે, સોમવારે કચ્છમાં હીટ વેવ રહે તેની સંભાવના છે. ‘HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.