અમદાવાદીઓ બધિરાંધ લોકો માટે જાગૃતતા ફેલાવવા ૧૨ કીમીની સાઇકલ સવારી કરશે.
૨૩મી જુને, સેન્સ ઇન્ડિયા હેલેન કેલરનીની જન્મ જયંતી પર તેમની અજેય મનોવૃત્તિની ભાવનાને ઉજવવા માટે સાયક્લોથનનું આયોજન કરી રહી છે. અમદાવાદમાં 500 થી વધુ સાઇકલિસ્ટ્સ (વિકલાંગ લોકો – ટ્રાઇસિકલ રાઇડર્સ સહિત) બધિરાંધ બાળકો અને વયસ્કની સહાય, શિક્ષણ અને સમાવેશ માટે સવારી કરશે.
અમદાવાદઃ ૫૦૦ થી વધુ અમદાવાદીઓ બધિરાંધ લોકો માટે સમગ્ર ભારતમાં જાગૃતતા ફેલાવવા અને તેમના માટે સમાન સમાવેશ લાવવા ૧૨ કી મી ની સાઇકલ સવારી કરશે. આ સાઇકલ સવારો સાઇકલ પર સવાર સંદેશ વાહકો બનીને અન્ય વિકલાંગ સાથી સાઇકલ સવારો સાથે ૨૨ રાજ્યોના ૭૮,૦૦૦ થી પણ વધુ બધિરાંધ લોકોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે.
મેસેન્જર ઓન સાયકલના પાંચમા વર્ષમાં, સેન્સ ઇન્ડિયા, મુખ્ય પ્રાયોજક ડૉ. નીતિન શાહ ચેરીટેબલ ટ્રસ્ટ બધિરાંધ લોકો માટે સંવેદનશીલતા અને જાગૃતતા ફેલાવવા આ અભિયાનનું આયોજન કરી રહ્યું છે જેમાં બધિરાંધ લોકો ના શિક્ષણ અને આરોગ્યનું મહત્વ સમજાવવા માટેનો સંદેશો આપવા આ વિકલાંગ લોકો અને અન્ય લોકો ને આ સમાન સાયક્લિંગ પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવે છે. આ વર્ષે, સાઇકલ સવારી સાથે, બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે લાઈફ સાઈઝ સાપ – સીડી, બૉલીવુડ ઝુમ્બા જેવી અન્ય પ્રવૃત્તિ અને રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઇવેન્ટ ની માહિતી:
દિવસ: ૨૩ જૂને ૨૦૧૯, રવિવાર, સાયક્લોથન ની શરૂઆત: ૭.૦૦ સવારે
સ્થળ: અંધજન મંડળ કેમ્પસ, અમદાવાદ, ટ્રાઇસિકલ સવાર માટે ૪ કિ.મી.નો માર્ગ અને સાયકલ સવાર માટે ૧૨ કિમીની સીમા નિર્ધારિત કરવામાં આવી છે.