અમદાવાદી માતાપિતાઓ ફિટનેસ પ્રત્યે જાગૃત

૭૫ ટકા સિનિયર સિટિઝન ફિટનેસને લઈ સંપૂર્ણ જાગૃત
અમદાવાદ, અગ્રણી નોન-બેંક ફાઇનાન્સિયલ સર્વિસીસ ગ્રુપ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની હેલ્થ ઇન્સ્યોરન્સ પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (એબીએચઆઇસીએલ)એ તાજેતરમાં હાથ ધરેલા સર્વેમાં રસપ્રદ અને મહત્વની જાણકારી સામે આવી છે કે, ૭૫ ટકા અમદાવાદી સીનિયર સિટિઝન તેમને ફિટ રાખે છે. અમદાવાદી માતાપિતાઓ આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે એકંદરે જાગૃત જણાયા હતા.
સર્વેમાં સામેલ થયેલા અમદાવાદનાં ૭૫ ટકા માતાપિતાઓએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ પોતાની જાતને ફિટ અને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ચાલે છે અથવા યોગ કરે છે. લગભગ ૪૬ ટકા માતાપિતાઓએ જણાવ્યું હતું કે, તેઓ ડોક્ટર દ્વારા સૂચિત વિટામિન્સ અને સપ્લીમેન્ટ્સ લે છે. ઉપરાંત આશરે ૩૯ ટકા માતાપિતાઓ દર છ મહિને રૂટિન હેલ્થ ચેક-અપ્સ કરાવે છે, જેથી સારું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે. રસપ્રદ વાત એ છે કે, અમદાવાદનાં ૪૬ ટકા માતાપિતાઓએ તેમના માટે હેલ્થ વીમાપોલિસીઓ ખરીદીને સુરક્ષા કવચને પૂર્ણ કર્યું છે. તબીબી કટોકટીનાં કેસમાં અમદાવાદનાં લગભગ ૪૨ ટકા માતાપિતાઓએ દાવો કર્યો હતો કે, તેમનું પોતાની નાણાકીય બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ છે અથવા હાથ પર સારી રકમ છે.
સર્વેમાં એવું તારણ પણ બહાર આવ્યું હતું કે, ૪૪ ટકા ઉત્તરદાતા માતાપિતાઓ માટે હજુ પણ તબીબી કટોકટીનાં કેસમાં તેઓ સૌપ્રથમ તેમના બાળકોનો સંપર્ક કરે છે, ભલે તે તેમનાથી દૂર હોય. અમદાવાદનાં લગભગ ૪૩ ટકા માતાપિતાઓએ જણાવ્યું હતું કે, તેઓ નાણાકીય કટોકટીનાં કેસમાં કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના બાળકોનો સંપર્ક કરશે. આ સર્વે દેશનાં ૧૦ શહેરો (મેટ્રો અને ટિઅર ૧)માં અલગ-અલગ સ્થાનોમાં કેટલાંક પરિવારની પેઢીઓ વચ્ચે સંબંધ, સંવાદ અને સંવેદનાત્મક ચિંતા વિશે જાણકારી મેળવવા માટે હાથ ધરવામાં આવ્યો હતો.
પેઢીઓ વચ્ચે જોડાણનાં એકબીજા સાથે જોડાણ કરવાની અભૂતપૂર્વ ટેકનોલોજીનો વિકાસ થવા છતાં જ્યારે ભારતીય બાળકો તેમના માતાપિતાઓથી દૂર હોય છે, ત્યારે તેમને લઈને ચિંતિત હોય છે. અમદાવાદનાં મોટા ભાગનાં ૮૦ ટકા બાળકો તેમના માતાપિતાઓથી દૂર અને અન્ય શહેરોમાં રહે છે. અમદાવાદમાં લગભગ ૫૧ ટકા ઉત્તરદાતા બાળકોએ જણાવ્યું હતું કે, તેઓ તેમના માતાપિતાથી દૂર રહેવા છતાં તેઓ સતત તેમની સાથે જોડાયેલા રહે છે. આશરે ૬૭ ટકા બાળક ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, તેઓ મોટા ભાગે તેમના માતાપિતાઓની સુખાકારીને લઈને ચિંતિત છે.
આ સર્વે પર ટિપ્પણી કરતાં એબીએચઆઇસીએલનાં સીઇઓ શ્રી મયંક બઠવાલે કહ્યું હતું કે, “અત્યારે ઘણા યુવાનો કારકિર્દી અને તેમની વ્યાવસાયિક આકાંક્ષાઓ પૂરી કરવા માટે તેમના માતાપિતાના ઘરથી દૂર રહે છે. જોકે તેઓ તેમના માતાપિતાનાં આરોગ્ય અને સુખાકારીને લઈને સતત ચિંતિત રહે છે. ધ ઇન્ડિયન પેરેન્ટલ કેર સર્વે ૨૦૧૯ દૂર રહેતાં બાળકો વચ્ચે માતાપિતાના આરોગ્ય અને સુખાકારીને ચિંતાને લઈને ઉપયોગી જાણકારી આપે છે. હું મારા માતાપિતાની જવાબદારી સંભાળું છું એટલે આ જવાબદારી કેટલી મોટી છે અને તેમની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ હોવાની સમજણ ધરાવું છું.