Western Times News

Gujarati News

અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે ઉનાળુ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચાલશે

Ahmedabad Western Railway Division surpasses Rs 1800 crore revenue in 82 days

પ્રતિકાત્મક

રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની માગણી તેમ જ સગવડોને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે ખાસ ભાડા પર ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છે  :

ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 20 ફેરા)

ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ તારીખ 28 એપ્રિલ 2022થી લઇને 30 જૂન 2022 સુધી દર ગુરુવારે અમદાવાદથી બપોરના 15.05 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 06.10 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તારીખ 27 એપ્રિલ 2022થી લઇને 29 જૂન 2022 સુધી દર બુધવારે આગ્રા કેન્ટથી 20:20 વાગ્યે ઊપડીને બીજા દિવસે 11:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.

રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, ગંગાપુર સિટી, હિન્ડોન સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશને ઊભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી.થર્ડ એસી, સ્લીપર અને અનારક્ષિત જનરલ કોચ રહેશે.

ટ્રેન નંબર 04166નું બુકિંગ 26 એપ્રિલ, 2022થી ટિકિટ રિઝર્વેશન કેન્દ્ર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર થઇ શકશે. ઉપરોક્ત ટ્રેન ખાસ ભાડા પર ખાસ ટ્રેન તરીકે ચાલશે. આ ટ્રેનમાં મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે.

ટ્રેનોના આવવાજવાનો સમય, રોકાણ અને વિગતો અંગેની વિસ્તૃત જાણકારી માટે www.enquiry.indianrail.gov.in  પર જોઇ શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.