અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે દોડશે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન
રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 01906/01905 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સમર સ્પેશિયલ (કુલ 26 ફેરા
ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ તા.05 એપ્રિલ 2022 થી 28 જૂન 2022 સુધી દર મંગળવારે અમદાવાદથી 15:05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:55 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ તા.04 એપ્રિલ 2022 થી 27 જૂન 2022 સુધી દર સોમવારે કાનપુર સેન્ટ્રલથી 15:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:00 કલાકે અમદાવાદ પહોંચશે।
માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ ફતેહપુર સિકરી, આગ્રા ફોર્ટ, ટુંડલા અને ઇટાવા સ્ટેશનો પર હોલ્ટ કરશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે
ટ્રેન નંબર 01906નું બુકિંગ 03 એપ્રિલ 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે