Western Times News

Gujarati News

અમદાવાદ અને રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: ગુજરાતમાં બેરોકટોક દારૂની હેરાફેરી થઇ રહી છે નવા વર્ષની ઉજવણી કરવા માટે બુટલેગરો દારૂની વ્યવસ્થા કરી આપવા માટે સજજ થઇ ગયા છે તો બીજુબાજુ પોલીસ પણ દારૂ પકડવા માટે સજજ છે.અમદાવાદના બાવળામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બાવડાના રજોડા પાટીયા પાસેથી એલસીબીએ દારૂનો જથ્થો ઝડપ્યો હતો. જેની અંદાજિત રકમ ૧૭.૫૪ લાખ થાય છે.

આ ઘટનામાં ૫ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ૩૧ ડીસેમ્બર નજીક આવતા વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઝડપાયો છે. હવે રાજ્યમાંથી તમામ ચેકપોસ્ટ હટાવતા વિદેશી દારૂનો જથ્થાની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. અમદાવાદ ગ્રામ્ય બાવળાના રજોડા પાટીયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો એલસીબી અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપ્યો હતો.

આ ઘટનામાં પોલીસને કુલ ૧૮૧૨ બોટલની કિંમત રુ.૭, ૨૪,૮૦૦ અને કુલ રુ.૧૭,૫૪,૦૩૦/ના મુદામાલ ઝડપ્યો હતો આ ઘટનામાં જે ૫ આરોપીઓ ઝડપ્યા છે, તેમાં પાંચ આરોપીને એક કાર અને ટ્રક સાથે ઝડપી પાડયા છે. એક આરોપી વોન્ટેડ છે, જ્યારે ત્રણ આરોપી જામનગરના અને ત્રણ આરોપી હરિયાણાના છે.

જયારે રાજકોટમાં બની છે. થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે રંગીલા રાજકોટમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. હાલ સરકારે તમામ ચેકપોસ્ટ કેન્સલ કરી હોવાથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી અને ભારતીય બનાવટના દારૂને ઘૂસાડવા બૂટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ૧૫.૭૬ લાખના દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના હમુમાનરામ વીરમારામ જાટ નામના શખ્સને ઝડપી પાડ્‌યો છે. પોલીસે ટ્રકની અંદર તપાસ કરતા લોખંડના બોક્સમાં ૪૨૧૨ દારૂની બોટલ મળી આવી હતી. થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે મોરબીના હળવદમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. મોરબીના હળવદમાંથી બે અલગ-અલગ ગામમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી રૂપિયા ૫૬૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હળવદમા ઈંગ્લીશ દારૂ પોલીસે ઝડપ્યો હતો. હળવદમા થર્ટી ફસ્ટના કારણે મોટો જથ્થો આવી રહ્યો હતો, ત્યારે પોલીસે ઓચિંતી રેડ પાડીને મજા બગાડી નાંખી હતી. મોરબીના બે અલગ અલગ ગામોમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો. મોરબીના ઈશનપુર ગામેથી આરોપી સાથે ૮૪ બોટલો સાથે કુલ ૨૫,૨૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે ધનાળા ગામેથી બે આરોપી સાથે ૮૯ બોટલો જપ્ત કરી હતી. જેની અંદાજિત રકમ ૩૧૭૦૦નો મુદ્દામાલ થાય છે. બન્ને ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.