અમદાવાદ અને વિરમગામ વચ્ચે પશ્ચિમ રેલવેએ નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરી
આ ટ્રેન 1 નવેમ્બર, 2021 થી શનિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ, સાણંદ, ચારોડી અને જાખવાડા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
દૈનિક મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને વિરમગામ વચ્ચે નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવી મેમુ સર્વિસ ટ્રેન નંબર 09459/09460 અમદાવાદ – વિરમગામ મેમુ સ્પેશિયલ તરીકે દોડશે. મંડળ રેલ્વે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09459/09460 અમદાવાદ – વિરમગામ મેમુ સ્પેશિયલ (અઠવાડિયામાં છ દિવસ)
ટ્રેન નંબર 09459 અમદાવાદ – વિરમગામ મેમુ સ્પેશિયલ અમદાવાદથી 18.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20.10 કલાકે વિરમગામ પહોંચશે.
આ ટ્રેન 1 નવેમ્બર, 2021 થી શનિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09460 વિરમગામ – અમદાવાદ મેમુ સ્પેશિયલ વિરમગામથી 07.50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 09.55 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન 2 નવેમ્બર, 2021થી રવિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ, સાણંદ, ચારોડી અને જાખવાડા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
વિશેષ ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલ્વે એ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.