અમદાવાદ અને સુરત રેડ ઝોનમાંથી આમોદમાં આવેલા ચાર લોકો સામે પોલીસ ફરીયાદ
(વિરલ રાણા, ભરૂચ), હાલમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી હોય ત્યારે એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયંત્રણ મુકવામાં આવેલ છે.છતાં કેટલાક લોકો ખાનગી વાહનોમાં પરિવહન કરી જીલ્લા કલેકટરના હુકમનો ભંગ કરતા આમોદ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
આમોદ પોલોસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દાંડા ગામે ગતરોજ સુરત વરાછા વિસ્તાર માંથી જીતુભાઈ ભોમજીભાઈ ચાવડા તથા તેમની પત્ની વર્ષાબેન જીતુભાઈ ચાવડા સુરત થી ખાનગી વાહનમાં પાલેજ આવી ત્યાર બાદ દાંડા ગામે આવ્યા હતા.જેની આમોદ પોલીસને જાણ થતાં આમોદ પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તથા મહામારી અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ ઉપરાંત આમોદ નગરમાં મણીયાર સ્ટ્રીટમાં સરકારે રેડ ઝોન જાહેર કરેલા અમદાવાદ જીલ્લા માંથી થી બે મહિલાઓ નાજરીન મહંમદ હનીફ મણીયાર તથા શનુબરબાનું ઈમ્તિહાજ મણીયાર અમદાવાદ થી આમોદ આવી બીજા જીલ્લામાં કારણ વગર પૂર્વ મંજૂરી વગર કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વિના જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ સુચનાઓનો ભંગ કરી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી આમોદ આવતા આમોદ પોલીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તથા મહામારી અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.