અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ઉજ્જૈન દર્શન કરી પરત ફરતાં કારને અકસ્માત નડતાં ૩ યુવકોનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/IMG-20220508-WA0199-1024x1365.jpg)
ગોધરા,મધ્યપ્રદેશ રાજયમાં આવેલા ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરી પરત ફરતા ભકતોની કારને ગોધરા નજીક અમદાવાદ ઈન્દોર હાઈવે પર ઓરવાડા ગામ પાસે અકસ્માત નડતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે જયારે અન્ય બે યુવકો ને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે વડોદરા રિફર કરવામા આવ્યા હતા. કાર ચાલક યુવકને જોકુ આવી જતા કાર ડીવાઇડર કૂદી સામે ના ટ્રેક પર પસાર થતા ટ્રેલરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો . ગોધરા તાલુકા પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી મૃતકોમાં ત્રણેય યુવકો ખંભાત નાહોવાનું જાણવા મળ્યુ છે .
આણંદ જિલ્લાના ખંભાત ગામના તાલુકાના કિશનભાઇ ઉદેલ પંકજભાઇ પટેલ , શંશાકભાઇ મહેશભાઇ પટેલ , કૃષિલભાઇ વિપુલભાઇ પટેલ , હર્ષિદભાઇ ભુપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલનાઓ કાર લઇને ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા ગયા હતા . ઉજ્જૈન દર્શન કરીને પ યુવાનો કાર લઇને ખંભાતના ઉદેંલ ગામે જવા નીકળ્યા હતા . ગોધરાના ઓરવાડા ગામ પાસેના હાઇવે ઉપર પુરઝડપે જતી કારના ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતાં કાર ડીવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર જોડે અથડાતા કારના કુરચેકુચ્ચા થઇ ગયા હતા .
અકસ્માત થતાં કારમાં આગળ બેઠેલા અને એક પાછળ બેઠેલાના ઘટના સ્થળે મોંત નિપજ્યા હતા . જયારે બે ઇજાગ્રસ્તોને સ્થાનિકો અને પોલીસની મદદથી બહાર કાઢીને ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે લાવ્યા હતા . બે ઇજાગ્રસ્ત હર્ષિદભાઇ ભુપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલનાઓને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયા હતા . જયારે કિશનભાઇ પંકજભાઇ પટેલ , શંશાકભાઈ મહેશભાઇ પટેલ , કૃષિલભાઈ વિપુલભાઇ પટેલનાઓના ઘટના સ્થળે મોંત નિપજયા હતા .
ત્રણેય મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે પીએમ અર્થે લાવ્યા હતા . અકસ્માતને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી . જયારે પટેલ સમાજના જુવાનજોધ ત્રણેય યુવાનોના મોંતથી સમાજના અગ્રણીઓ તથા મૃતકોના પરિવારજનો ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે આવી પહોચ્યા હતા . મૃતકોના રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અકસ્માતમાં મરણ પામનાર યુવકોમાં
( ૧ ) કિશનભાઇ પંકજભાઈ ૫ટેલ
( ૨ ) કૃષીલભાઈ વિપુલભાઈ પટેલ
( ૩ ) શશાંકભાઈ મહેશભાઈ પટેલ તમામ રહે . ઉદેંલ , તા.ખંભાત , જી . આણંદનો સમાવેશ થાય છે.
જ્યારે ઇજા પામનાર યુવકોમાં હર્ષિત ભુપેન્દ્રભાઈ પટેલ , ભરતભાઈ પટેલને દવાખાને ખસેડાયા હતા.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા