અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી પાસે ટ્રાફિકજામ

ઇમર્જન્સી સેવા માટે ટ્રાફિકજામ જીવલેણ બની શકે છે,સિક્સલેનની કામગીરી થી લોકો તોબા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દિલ્હીથી મુંબઈને જોડતો, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે સાથે અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાની સાથે હાઈવે પર ઠેર ઠેર ડાયવર્જન પણ આપવામાં આવ્યા છે હાઈવે પર દોડતા વાહનો ડાયવર્જનના પગલે અચાનક સામ સામે આવી જતા નાની-મોટી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે
શામળાજી નજીક આપવામાં આવેલ ડાયવર્ઝનના પગલે વારંવાર ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે ટ્રાફિકજામમાં ઇમરજન્સી સેવા મેળવવા માટે બાધારૂપ બની રહ્યો હોવાનો શામળાજીના સ્થાનીક લોકોએ આક્ષેપ કર્યો હતો
શુક્રવારે સવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પાસે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. શામળાજીમાં ડાયવર્ઝનના કારણે સર્જાયો ટ્રાફિક જામ થયો છે. નેશનલ હાઇવેનું સિક્સલેનમાં રુપાંતરીત કરવાની કામગીરી ચાલી રહી હોવાથી એક સાઈડ ૫ કીમી થી વધુ લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો અટવાઈ ગયા હતા ટ્રાફિકજામ સર્જાતા પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પુર્વરત કરાયો હતો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો