Western Times News

Gujarati News

અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા AACA ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૧નું ધમાકેદાર આયોજન

અમદાવાદ, ગુજરાતના સૌથી મોટા એડવર્ટાઇઝીંગ અને મીડિયા એસોસિએશન એએસીએ દ્વારા તાજેતરમાં એએસીએ ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૧નું આયોજન ટર્ફ સ્પોટ્‌ર્સ બોડકદેવ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૨ ટીમો વચ્ચે રમાઇ જેમાં એડવર્ટાઇઝિંગ એજન્સીના ૧૨૮ ખેલાડીઓએ ભાગ લઇને ૪૩ ધમાકેદાર રોમાંચક મેચો દ્વારા તેમની પ્રતિભાનો પરિચય આપ્યો.

અભિક એડવેન્ચર, આદિશ્વર પરફોરમર્સ, અજીત એથલેટ્‌સ, દિપ્તી હીરોઝ, અશ્વિન વિકટર્સ, જેસીકા વોરીયર્સ, ખુશી બ્રીગેડીયર્સ, પૂર્ણિમા પ્રાઇડસ, રેમેન્ડ પી.જી. રાઇડર્સ, શાર્પ શૂટર્સ, ધી મીડિયા કાફે ટુપર્સ, વર્ધમાન એવન્જર્સ ટીમો વચ્ચે ધમાકેદાર પરફોરર્મસ સાથે ક્ષણ પ્રતિક્ષણ ખૂબ જ રોમાંચક બનતી રહેલી

મેચોમાં વર્તમાન વર્ધમાન એવેન્જર્સની ટીમ ઝળહળતા રમત પ્રદર્શન દ્વારા કપ વિજેતા બની. એએસીએના પ્રમુખ મનીૅષ ગાંધી, સેક્રેટરી પ્રદિપ મહેતા, ઉપપ્રમુખ સમીર શાહ, પીનલ શાહ તથા એક્ઝિક્યુટિવ કમીટીના સભ્યો સર્વ સંદિપ શાહ, રાજેન્દ્ર સોની, જીગ્નેશ ગાંધી, હાર્દિક શાહ

તથા ક્રિકેટ કમિટીના સાગર ગાંધી તથા મૌલીન સોનીએ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી એએસીએના સેક્રેટરી પ્રદિપ મહેતાએ ગ્રાઉન્ડ ફિનાલેના અવસરે એસોસિએશન વતી દરેક ટીમ ઓનર્સ, તમામ ખેલાડીઓ, સ્પોન્સર્સ અને પ્રિન્ટ, રેડિયો તથા ટેલિવિઝન મીડિયાનો એએસીએ ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૧ના પ્રોત્સાહન અને પ્રસિદ્ધિ બદલ આભાર પ્રદર્શિત કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે એએસીએ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત વર્ષ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ, કાર ટ્રેઝર હન્ટ, દિવાળી ગેટ-ટુ ગેધર, ઓનલાઇન હાઉસી, કલાસંગમ, તેમજ સામાજીક અને વ્યાવસાયિક પ્રગતિ માટેના કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.