અમદાવાદ એરપોર્ટના અંતરીક્ષ રોડ ઉપર રોજ નબીરાઓની બાઈક રેસની ફરીયાદ

પ્રતિકાત્મક
મોડી સાંજે આજુબાજુના રહીશો એરપોર્ટ પર ટહેલવા આવે છે ત્યારે નબીરાઓ સ્ટંટ શરૂ કરે છે
(એજન્સી) અમદાવાદ, સેટેલાઈટ અને વસ્ત્રાપુર સહિત એસ.જી.હાઈવેે પર નબીરાઓ મોંઘીદાટ બાઈક પર સ્ટંટ અને રેસ કરતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી. કોરોનાને કારણે રાત્રે કફ્ર્યુનો અમલ શરૂ થઈ જતાં નબીરાઓની મસ્તી બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે મોડી સાંજે એરપોર્ટના આંતરીક રોડ ઉપર નબીરાઓે બાઈકની રેસ લગાવતા હોય છે. અથવા તો બાઈક અને કારના સ્ટંટ કરીને લોકોના જીવ અધ્ધર કરી દેતા હોય છે.
મોડીસાંજે આજુબાજુના રહીશો પરિવાર કે મિત્રો સહિત ગૃપમાં ટહેલવા નીકળતા હોય છે. ત્યારે આ નબીરાઓની ગેંગ બાઈકની રેસ કરવાની તથા જુદા જુંદા સ્ટંટની કરતબો શરૂ કરી દેતા હોય છે. આ બાબતે સ્થાનિક લોકોની વારંવારની ફરીયાદ હોવા છતાં તંત્ર દ્વરા કોઈ જ પગલં લેવાતા નથી.
સાંજે સાતેક વાગ્યાની આસપાસ એરપોર્ટ પર ખુબ જ મોટા પ્રમાણમાં લોકો ટહેલવા માટે તેમજ વૉકિંગ કે એક્સરસાઈઝ કરવા માટે નીકળી પડતા હોય છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ તરફ જવાના રસ્તા ઉપર ખુબ જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર તેમજ સાયકલ પર લોકો જતા આવતા નજરે પડતા હોય છે.
રવિવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે એરપોર્ટ ટર્મિનલના રસ્તા પર ૪૪૦૪ નંબરની એક કારના ચાલકે કાર પૂરપાટ દોડાવીને ફિલ્મી સ્ટાઈલે ટર્ન માર્યો હતો.
સ્પીડ અને ટર્ન દરમ્યાન અવાજને લઈને આજુબાજુ ચાલવા નીકળેલો લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બીજી જ ક્ષણે કારચાલકે કારને કાબુમાં લઈને સાઈડમાં .ભી કરી દીધી હતી. અને કારના બોનેટ પર બેસીને ફિલ્મી સ્ટાઈની સિગારેટ સળગાવી હતી. સ્ટંટને લઈને બાળકો સાથે આવેલા પરિવારો રીતસરના હેબતાઈ ગયા હતા. આ તો થઈ એક વાત પરંતુ આ રોડ પર સાંજે સ્થાનિક યુવકોની ટુકડી બાઈક પર રેસ લગાવતી હોય છે. રોડ ઉપર પૂરપાટ દોડતી બાઈકો અને યુવકોની
ચિચીયારીઓથી આજુબાજુમાં ચાલતા લોકો રીતસરના ડરી જતાં હોય છે. એક તરફ એરપોર્ટના સંચાલકો દ્વારા સલામતી અને સુરક્ષાની મોટી મોટી વાતો કરતા હોય છે. જમ્મુ એર બેઝ પર એરપોર્ટની સુરક્ષા વધારી દેવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ રોજ સાજે એરપોર્ટના રોડ ઉપર બાઈકની રેસ અને બાઈક સ્ટંટ કરતા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ બાબતે એરપોર્ટ તંત્ર કે સ્થાનિક પોલીસ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.