અમદાવાદ એરપોર્ટના T1 અને T2 વચ્ચે ફ્રી ઈ-કાર સુવિધા શરૂ
ર૪ કલાક સુવિધા માટે ૪ ઈ-કાર મુકાઈ છે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટસના સંચાલન માટે બે ટર્મિનલ ટી-૧ અને ટી-ર છે. ટી-૧ થી તમામ ડોમેસ્ટીક ફ્લાઈટસનુૃં સંચાલન થાય છે. જ્યારે ટી-ર થી ઈન્ટરનેશનલ ફલાઈટસની સાથે એરઈન્ડીયાની ડોમેસ્ટીક ફલાઈટસનું પણ સંચાલન થાય છે.
આ સ્થિતિમાં ઘણીવાર ડોમેેસ્ટીક ટર્મિનલ ટી-૧ પર આવતા પેસેન્જરોને ઈન્ટરનેશનલ ફલાઈટ પકડવા ટર્મિનલ ટી-ર પર જવુ પડે. જે દોઢ બે કી.મી.નું અંતર હોવાથી વધારાનંુ ર૦૦થી ૪૦૦ રૂા.ભાડુ ચુકવવુ પડતુ હતુ. ત્યારે એરપોર્ટ ઓથોરીટીએ પેસેન્જરોની સુવિધા માટે એરપોર્ટ પર ઈકો ફ્રેન્ડલી ઈલેકટ્રીક કારની ફ્રી સર્વિસ શરૂ કરી છે.
હાલમાં દરરોજ લગભગ ૬૦ જેટલા પેસેન્જરો આ કારનો ઉપયોગ કરી રહ્યા છે. વધુમાં ડોમેસ્ટીક ટર્મિનલ પર પેસેન્જરોની સંખ્યા વધુ હોવાથી તેમને ચા-કોફી કે અન્ય ખાણીપીણીની વસ્તુઓ સરળતાથી મળ રહે એ માટે અનેક નવા આઉટલેટ શરૂ કરાયા છે.
એરપોર્ટ અધિકારીએ જણાવ્યુ હતુ કે ર૪ કલાક ઉપયોગમા લઈ શકાય એવી ચાર ઈલેકટ્રીક કાર મુકાઈ છે. આ ઉપરાંત, ચા, કોફી, નાસ્તા સહિતના વિવિધ આઉટલેટ ઉભા કરાયા છે.