અમદાવાદ એરપોર્ટમાં રૂપિયા ૮પ કરોડનો લિન્ક વે બંધ કરી દેવાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે રૂપિયા ૮પ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ઈન્ટર ટર્મીનલ લિન્ક-વે હવે કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને એક ટર્મીનલથી બીજા ટર્મીનલમાં જવા સરળતા રહે માટે આ લિન્ક વે બનાવવામાં આવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મીનલને સીગાપોરના ચાંગી એરપોર્ટ જેમકાઈટ આકારનું બનાવીને તેનું જુલાઈ ર૦૧૦માં ઉદઘાટન થયું હતું. એ વખતે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને દેશમાં પ્રથમ ડોમેસ્ટીકથી ઈન્ટરનેશનલ ટર્મીનલને જાેડતો ઈન્ટર ટર્મીનલ લીન્ક-વે બનાવાયો હતો.
જેનાથી મુસાફરો સરળતાથી એકથી બીજા ટર્મીનલમાં જઈ શકે. સેન્ટ્રલથી એસી લીન્ક-વેમાં એસ્કેલેટર દ્વારા મુસાફર ૧૬ મીનીટમાં૪૦૦ મીટરનું અંતરકાપી શકતો હતો.
ડોમેસ્ટીકથી કોઈ મુસાફરને ઈન્ટરનેશનલ ફલાઈટ પકડવી હોય તો આ લીન્ક વેનો ઉપયોગ કરી શકે એવું ઓથોરીટીનું માનવું હતું. પરંતુ હવે આ ગણીત ખોટું પડતાં રૂપિયા ૮પ કરોડ પાણીમં ડૂબી ગયા છે. હવે અમદાવાદ એરપોર્ટનું પીપીપી ધોરણે ખાનગીકરણ થયા બાદ આ લિન્ક વેને ઉપયોગમાં નહી લેવાનાં સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.