Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ ખાતે કિલપિંગ પોડ હોટલ બનાવવામાં આવશે

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને આરામ કરવા માટે ડોમેસ્ટીક એરપોર્ટ ટર્મીનલ બહારના ભાગમાં કિલપિંગ પોડ હોટેલ તૈયાર કરવામા આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ દેશભરના વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે રાજયભરમાંથી અન્ય રાજયમાં હવાઈ મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ પર આવતા હોય છે.

કેટલીવાર લાંબા અંતરથી આવતા પ્રવાસીઓને વહેલા એરપોર્ટ પર આવવું પડે છે. આ સ્થિતીમાં પ્રવાસીઓ કોઈ વિકલ્પ ન હોવાના કારણે અમદાવાદ એરપોર્ટ પર રઝળી પડવાનો વારો આવે છે. જેના કારણે એરપોર્ટ ઓથોરીટીએ ડોમેસ્ટીક એરપોર્ટ પ્રવાસીઓને આરામ મળી રહે તે માટે સ્લીપીગ પોડ હોટેલ બાનવાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.

હાલ અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પરના એરાઈવલ પાસેના ભાગમાં સ્લીપીગ પોડ હોટેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે આગામી ૧પ-ર૦ દિવસોમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે. એસ.એસ. મટેરીયલ્સથી તૈયાર કરવામાં આવી રહેલ મીની હોટલમાં ૧૦ રૂમ તૈયાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.