અમદાવાદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત
(નીચે આપેલી લીંક લાઈવ ગુજરાત વિધાનસભાને રાષ્ટ્રપતિનું સંબોધન)
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુરૂવારથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્યોને સંબોધશે.
(નીચે આપેલી લીંક લાઈવ ગુજરાત વિધાનસભાને રાષ્ટ્રપતિનું સંબોધન)