Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી ૭૦ લાખનું સોનુ જપ્ત

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમમાં સોનાની દાણચોરી થઈ હોવાનાં કિસ્સા વધી રહ્યાં છે. જાણે કે અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું હોય તેમ અવારનવાર લોકો સોના સાથે અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઇ રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે અબુધાબીથી અમદાવાદ આવતી ઈતિહાદ ફ્‌લાઈટમાં આવેલાં એક પેસેન્જર પાસેથી અંદાજે ૭૦ લાખનું ૧.૮ કિલોગ્રામ સોનું પકડી પાડી તેની ધરપકડ કરી છે. આ બનાવને પગલે એરપોર્ટ પર ભારે ચકચાર મચી ગઇ હતી. સોનાના હાલના તોલાદીઠ ૩૯,૪૦૦ના ભાવ પ્રમાણે આ સોનાની કિંમત રૂ. ૭૦ લાખ થાય છે. આ પેસેન્જર ઈતિહાદની ફ્‌લાઇટમાં અબુધાબીથી બેસીને અમદાવાદ આવ્યો હતો. તેણે સોનાનું ડિક્લેરેશન નહી કરીને ૧.૮ કિલો સોનું ડ્‌યૂટી ભર્યા વગર બહાર લઇ જવા પ્રયાસ કર્યો હતો.

જા કે, તે સફળ થયો ન હતો અને સત્તાવાળાઓના સ્કેનીંગમાં તે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. સોનાની ડ્‌યૂટીમાં વધારો થવાથી વિદેશથી ટ્રાવેલ કરતા મુસાફરો દ્વારા જ્વેલરી, કોઈન અને ગોલ્ડ બારનાં રૂપમાં સોનાની ઈમ્પોર્ટ વધી છે. અત્યારે ૩૯ ટકા જેટલી કસ્ટમ ડ્‌યૂટી લગાવવામાં આવે છે એટલે કે સોનાનાં ૩૩ ટકા જેટલું ભારણ હોવાથી દાણચોરી વધી છે. થોડા સમય પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી સ્પાઈસ જેટની ફ્‌લાઈટમાં આવેલા રોબિન નામનાં એક પેસેન્જર પાસેથી દાણચોરીના અંદાજે ૧.૧૭ કરોડના ૩ કિલો ગોલ્ડ સાથે પકડી લીધો હતો.

ચાલુ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી કસ્ટમ્સનાં અધિકારીઓ દ્વારા સોનાની દાણચોરીનાં અલગ અલગ ૧૩૩ કેસમાં ૪ મહિલાઓ અને રર પુરુષોની ધરપકડ કરીને ૮૧.૪૧ કિલો સોનું (કિંમત રૂ.૩૦ કરોડથી વધુ) ઝડપી લેવાયું હતું. એરપોર્ટનાં સ્કેનિંગમાં સોનું ન પકડાય તે માટે લોકો કેવાં કેવાં પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવે છે તે જોઈને ખુદ કસ્ટમનાં અધિકારીઓ પણ ચોંકી જાય છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ર૦૧૭-૧૮માં ૩૮ કેસમાં ર૦ કિલો સોનું જપ્ત થયું હતું. ર૦૧૮-૧૯માં ૧૩૯ કેસમાં ૬પ કિલોગ્રામ સોનું સીઝ કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.