Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસી પાસેથી ૪ર લાખની સોનાની 7 ચેઈન ઝડપાઈ

(એજન્સી)અમદાવાદ, જેદાહથી અમદાવાદ આવેલી ફલાઈટના મુસાફર પાસેથી ૪ર.૯૧ લાખની કિમતની ૪૮૮ ગ્રામ સોનાની ૭ ચેઈન કબજે કરવામાં આવી છે. આ સોનું કોના માટે અને કેમ લાવ્યા હતા તેની પાછળ તેને કેટલી રકમ ચુકવવાના હતા તેની પાછળ તેને કેટલી રકમ ચુકવવાના હતા વગેરે બબતે કસ્ટમમાં એર ઈન્ટેલીજન્સ વિભાગે તપાસ હાથ ધરી છે.

જેદાહથી અમદાવાદ વચ્ચેની ફલાઈટમાં રાજસ્થાનના બાડમેરથી એક પ્રવાસી અમદાવાદ એરપોર્ટટ આવ્યો હતો જેને શંકાના આધારે એઆઈયુ વિભાગે અટકાવીને તપાસ કરતા તેની પાસેથી કુલ ૭ સોનાની ચેઈન મળી આવી હતી. જેની કિમત અશરે ૪ર.૯૧ લાખની થવા જાય છે. આજે જેદાહથી અમદાવાદ આવેલી ફલાઈટમાં મુસાફરોની કસ્ટમ વિભાગ દ્વારા ચકાસણી ચાલી રહી હતી.

ત્યારે ચકાસણી દરમ્યાન એક પ્રવાસીની તપાસ કરતા પોકેટમાં રાખેલી પ ચેઈન અને ગળામાં ર ચેઈન પહેરી હતી જેની જપ્ત કરીને તેની પુછપરછ કરાઈ હતી જે પ્રવાસી રાજસ્થાનના બાડમેરનો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છેકે છેલ્લા દસ દિવસમાં સોનાની ચેઈનનો જથ્થો પકડવાની આ બીજી ઘટના છે. આ અગાઉ જેદાહથી આવતી ફલાઈટમાંથી ૪૪ લાખની સોનાની ર સોનાની ચેઈન ઝડપાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.