અમદાવાદ એરપોર્ટ ભાડાપટ્ટે અપાયુ છેે, વેચાણ કરી દેવાયુ નથી એટલે નામમાં ફેરફાર ન કરી શકાય
અદાણી અને એરપોર્ટ ઓથોરીટીની આંતરીક લડાઈમાં એરપોર્ટનો વિકાસ થતો નથી
(એજન્સી) અમદાવાદ, અદાણી અને એરપોર્ટ ઓથોરીટી વચ્ચેની આંતરીક લડાઈમાં એરપોર્ટનો વિકાસ થતો નથી. અને જૂની સમસ્યાઓનું નિરાકરણ હજુ આવતું નથી. મુૃબઈ એરપોર્ટના વિવાદ પછી ઉચ્ચ કક્ષાએે બનાવવામાં આવેલી કમિટિએે એવો નિર્ણય કર્યો છે કે એરપોર્ટ માત્ર ભાડાપટ્ટે જ અપાયુ છે.
વેચાણ કરી દેવામાં આવ્યુ નથી. એટલે એરપોર્ટના જુના નામમાં કોઈ ફેરફાર કરી શકાય નહી. કમિટિના રીપોર્ટ બાદ અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીના હોર્ડીંગ્સ એરપોર્ટના એન્ટ્રી પોઈન્ટ પર પુનઃ લગાવી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં સિક્યોરીટી સ્ટાફે પણ એરપોર્ટમાં મુખ્ય રોડ પર મુકવામાં આવેલા બેરિકેડ પરથી પણ અદાણીના નામના સ્ટીકર રીતસર હટાવી લીધા હતા.
વરસાદમાં રન-વે પર અને ટર્મિનલ બિલ્ડીંગની અંદર પાણી ઘુસી જાય છે તેન માટેે કોઈ ઉપાય હજુ એરપોર્ટ ઓથોરીટી કે અદાણી મેનેજમેન્ટને મળ્યો નથી. અમદાવાદનું એરપોર્ટ હસ્તગત કરાયા પછી ડેવલપમેન્ટ તો દૂરની વાત છે. પણ કાર પાર્કિંગ અને કાર પાર્કિંગ ચાર્જીસનો વિવાદ, રીક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ અપાયુ પણ તેની સામે વિવાદ ચાલુ છે. અમદાવાદનું એરપોર્ટ અદાણી ગૃપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યુ ત્યારથી સતત વિવાદમાં સપડાયુ છે.
પેસેન્જર ફેસિલીટીના નામે હજુ અરપોર્ટ પર કોઈ એવી સુવિધા આપવામાં આવતી નથી. સુવિધાના મામલે બન્ને એકબીજા પર ખો આપે છે. અદાણી ગૃપના મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવે ત્યારે એવુૃં કહેવામા આવે છે કે અમારા હાથમાં કશુ જ નથી. બધુ એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ સંભાળી રહ્યા છે.
જ્યારે એરપોર્ટ ઓથોરીટી પણ એવું કહીને છટકી જાય છે કે અમારા હાથમાં મેનેજમેન્ટ નથી, બધુ અદાણી ગૃપ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યુ છે.